ETV Bharat / bharat

કોરોના મહામારીઃ UNWTOએ પર્યટન ક્ષેત્રને બચાવવા કરી અપીલ

author img

By

Published : Jun 24, 2020, 12:15 PM IST

Impact of Covid 19 on Tourism
Impact of Covid 19 on Tourism

UNWTO (વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન)એ પર્યટન ક્ષેત્રો પર પડેલા કોરોનાના પ્રભાવને માપનારો નવો ડેટા જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અધિકાંશ વૈશ્વિક સ્થળોમાં યાત્રા પર પ્રતિબંધ લાગુ છે અને પર્યટનના બધા જ ક્ષેત્રો સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

હૈદરાબાદઃ જેમ ધીરે-ધીરે પર્યટન દુનિયાભરમાં ફરીથી વધવા લાગશે, વિશ્વ પર્યટન સંગઠને (UNWTO) પર્યટન ક્ષેત્ર પર પડેલા કોરોના વાઇરસના પ્રભાવને માપવા માટેનો નવો ડેટા જાહેર કર્યો છે. યૂએનડબ્લ્યૂટીઓએ પ્રવાસ પર પ્રતિબંધ હટાવવાને કારણે સુરક્ષા અને સંરક્ષણની આવશ્યક્તા પર જોર આપ્યું છે. સંગઠને પર્યટનનું સમર્થન કરવા માટે વિશ્વસનીય પ્રતિબદ્ધતાની જરુરિયાતને પણ પુનરાવર્તિત કરી છે.

UNWTO વર્લ્ડ ટૂરિઝન બેરોમીટરે જણાવ્યું છે કે, કેટલાય મહીનાઓના અભૂતપુર્વ વિક્ષેપ બાદ પર્યટનને અમુક ક્ષેત્રોમાં ફરીથી શરુ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ અધિકાંશ વૈશ્વિક સ્થળોમાં પ્રવાસ પર પ્રતિબંધ લાગુ છે અને પર્યટનના બધા ક્ષેત્રોમાં સૌથી ખરાબ અસર થઇ છે.

આ સ્થિતિમાં UNWTO એ પર્યટનને સમર્થન આપવા માટે સરકારો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને આગ્રહ કરતા કહ્યું કે, આ કેટલાય લાખ લોકો માટે એક જીવન રેખા અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે.

આ માટે સરકારો દ્વારા રજૂ કરાયેલા ઉપાયોમાં જવાબદારીની સાથે અમુક દેશોમાં પ્રતિબંધોને હટાવવા, પ્રવાસના સ્થળોનું નિર્માણ, અમુક આંતરરાષ્ટ્રીય ઉડાનોની પુનઃસ્થાપના, સુરક્ષા અને સ્વચ્છતા પ્રોટોકોલ સામેલ છે.

UNWTO ના મહાસચિવ જુરબ પોલોલિકાશ્વિલીએ કહ્યું કે, પર્યટકોની સંખ્યામાં અચાનક અને મોટો ઘટાડાથી નોકરીઓ અને અર્થવ્યવસ્થાને નુકસાન છે. આ માટે જરુરી છે કે, સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે પર્યટનને ફરીથી શરુ કરવામાં આવે.

તેમણે કહ્યું કે,જ્યાં સુધી દરેક જગ્યાએ પર્યટનની શરૂઆત થાય ત્યાં સુધી આ ક્ષેત્રમાં UNWTO નોકરીઓ અને વ્યવસાયોની સુરક્ષા માટે આગ્રહ કરે છે.

અમે આર્થિક રીતે પર્યટનનું સમર્થન આપવા અને બચાવવા માટે ફ્રાન્સ અને સ્પેન સહિત યૂરોપીય સંઘ અને અન્ય દેશો બંને દ્વારા ઉઠાવેલા પગલાનું સ્વાગત કરીએ છીએ.

તેમણે કહ્યું કે, ઇસ્ટરની રજાઓને કારણે એપ્રિલનો સૌથી વ્યસ્ત સમય હોવાની આશા હતી, પરંતુ પ્રવાસ પર પ્રતિબંધને કારણે આંતરરાષ્ટ્રીય પર્યટક આગમનમાં 97 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે માર્ચમાં આ ઘટાડો 55 ટકા હતો.

વર્લ્ડ ટુરિઝમ સંગઠન અનુસાર, એપ્રિલ 2020માં આંતરરાષ્ટ્રીય પર્યટનમાં 44 ટકાનો ઘટાડો આવ્યો છે, જેથી આંતરરાષ્ટ્રીય પર્યટનમાં લગભગ 195 બિલિયન અમેરિકી ડૉલરનું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.