ETV Bharat / bharat

કેરળમાં ઝડપાયેલી સોનાની તસ્કરીનું કનેક્શન દાઉદ સાથે હોવાની આશંકાઃ NIA

author img

By

Published : Oct 15, 2020, 1:59 PM IST

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ વિશેષ કોર્ટમાં સંકેત આપ્યા હતા કે, કેરળમાં સોનાની તસ્કરી મામલામાં માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમના લોકો સામેલ હોવાની આશંકા છે. પોલીસે આ તસ્કરી મામલે અત્યાર સુધીમાં 10 આરોપીની ધરપકડ કરી છે.

કેરળમાં ઝડપાયેલી સોનાની તસ્કરીનું કનેક્શન દાઉદ સાથે હોઈ શકે છેઃ NIA
કેરળમાં ઝડપાયેલી સોનાની તસ્કરીનું કનેક્શન દાઉદ સાથે હોઈ શકે છેઃ NIA

તિરુવનંતપુરમઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળમાં સોનાની તસ્કરી ઝડપી પાડી હતી. આ તસ્કરીનું કનેક્શન દાઉદ ઈબ્રાહિમ સાથે હોવાની આશંકા એનઆઈએએ વ્યક્ત કરી હતી. એજન્સીએ કહ્યું કે, સોનાની તસ્કરીથી પ્રાપ્ત થનારા નફાનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી ગતિવિધિ અને આતંકી પ્રવૃત્તિમાં થવાની સભાવનાની ખાનગી માહિતી મળી છે. આ મામલામાં તપાસ આગળ વધારવા માટે 180 દિવસ સુધી તમામ આરોપીઓને કસ્ટડીમાં રાખવું અત્યંત આવશ્યક છે. એજન્સીએ તમામ આરોપીઓની જામીન અરજીનો પણ વિરોધ કર્યો છે.

જ્યારે અહીં યુએઈના વાણિજ્ય દૂતાવાસના એક પૂર્વ કર્મચારી પી. એસ. સરિથને 5 જુલાઈએ દુબઈથી તિરુવનંતપુરમની યાત્રામાં રાજદ્વારી સામાનમાં 30 કિલો સોનાની તસ્કરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર સોનાની તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ મામલામાં સ્વપ્ના અને શિવશંકરનું નામ પણ સામે આવ્યું છે. એનઆઈએએ વધુમાં કહ્યું, સ્વપ્નાનું યુએઈ વાણિજ્ય દૂતાવાસમાં ખૂબ પ્રભાવ હતો, કારણ કે તેને નોકરી છોડ્યા બાદ રિટેનર ફી આપવામાં આવતી હતી.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેરળ સોનાની તસ્કરી મામલે વધુ 6 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ 6 સ્થળ પર તપાસ પણ કરી હતી. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. એજન્સીએ કેરળની રાજધાની તિરુવનંતપુરમ સ્થિત યુએઈના વાણિજ્ય દૂતાવાસમાં રાજદ્વારી માધ્યમોથી સોનાની તસ્કરીના મામલે અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરી લીધી છે. તમને જણાવી દઈએ કે, કસ્ટમ વિભાગે કેરળમાં સોનાની તસ્કરી મામલે આરોપી સ્વપ્ના સુરેશના નિવેદનને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યું છે.

અહીં વિશેષ એનઆઈએ કોર્ટે આરોપી કેટી રમિઝની કસ્ટડીને ત્રણ દિવસ સુધી વધારી દીધી છે. એનઆઈએએ કેટી રમીઝને સાત દિવસ સુધી કસ્ટડીમાં રાખી હતી. જોકે 7 ઓગસ્ટે કસ્ટડીમાં વધારો કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.