ETV Bharat / bharat

ટેરર ફંડિંગ કેસ: NIA એ શ્રીનગર અને દિલ્હીમાં નવ સ્થળોએ પાડી રેડ

author img

By

Published : Oct 29, 2020, 11:05 AM IST

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે કાશ્મીરમાં અલગ-અલગ સ્થાનો પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ પહેલા પણ એજન્સીએ અલગાવવાદી ગતિવિધીઓમાં ઉપયોગ કરવામાં એક મામલે કાશ્મીર ઘાટીમાં 10 સ્થાનો અને બેંગ્લુરુમાં એક સ્થાને દરોડા પાડયા હતા.

Terror funding case
Terror funding case

નવી દિલ્હી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ શ્રીનગર અને દિલ્હીમાં 9 સ્થાનો પર દરોડા પાડ્યા હતા. એનઆઈએ 6 એનજીઓ અને ફલાહ-એ-આમ ટ્રસ્ટ, ચૈરિટી અલાયન્સ, હ્યૂમન વેલફેર ફાઉન્ડેશન, જેકી યતીમ ફાઉન્ડેશન, સાલ્વેશન મૂવમેન્ટ અને જે એન્ડના વૉયસ ઑફ વિક્ટિમ્સ નામના ટ્રસ્ટ પર દરોડા પાડ્યા હતા.

જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદી ગતિવિધિઓમાં ઉપયોગ

આ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ બુધવાર સવારે ધર્મોના કાર્યોમાં જોડાયેલા પૈસાને ટ્રસ્ટ અને એનજીઓ દ્વારા જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદી ગતિવિધિઓમાં ઉપયોગ કરવા મામલે કાશ્મીર ઘાટીમાં 10 સ્થાનો પર બેંગ્લુરુમાં એક સ્થાન પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓ આ જાણકારી આપી હતી. એનઆઈએ એક નિવેદનમાં કહ્યું કે, છાપેમારી દરમિયાન દોષ સાબિત કરનારા કેટલાક દસ્તાવેજો અને ઈલેકટ્રોનિક સામાન જપ્ત કર્યો છે.

ધર્મોના કાર્યના નામ પર ભારત અને વિદેશથી પૈસા એકઠા

પરિસરના તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં પરવેજા તેમના સહયોગી પરવેજા અહમદ બુખારી, પરવેજા અહમદ મટ્ટા અને બેંગ્લુરુંમાં સહયોગી સ્વાતિ શેષાદ્રિ અને એસોશિએશન ઑફ પૈરેન્ટસ ઑફ ડિસૈપિયર્ડ પર્સન્સની અધ્યક્ષ પરવીના અહંગર પણ સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, એનજીઓ એથ્રાઉટ અને જીકે ટ્રસ્ટના કાર્યાલયોની પણ તપાસ કરવામાં આવી હતી. એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે, એનઆઈએ શ્રીનગર અને બાંદીપુરામાં 10 સ્થાનો પર અને બેંગ્લુરુમાં એક સ્થાન પર કેટલાક બિન-સરકારી સંગઠનો અને ટ્રસ્ટ સાથે સંબધિત એક મામલે દરોડા પાડ્યા હતા. જે ધર્મોના કાર્યના નામ પર ભારત અને વિદેશથી પૈસા એકઠા કરતા હતા. જેનો ઉપયોગ જમ્મૂ અને કાશ્મીરમાં અલગાવવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો.

જમ્મૂ કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ

તેમણે જણાવ્યું કે, એનઆઈએ અંદાજે 3 અને એનજીઓ પર જમ્મૂ કાશ્મીરમાં આતંકી ગતિવિધીઓ માટે કથિત રીતે પૈસા એકઠા કરવા મામલે દરોડા પાડ્યા હતા. આ એનજીઓની સ્થાપના વર્ષ 2000માં કરવામાં આવી હતી. એનઆઈએ અનુસાર આ એનજીઓ અજાણ્યા દાતાઓ પાસેથી પૈસા મળી રહ્યા હતા. જેનો ઉપયોગ આતંકી ગતિવિધીઓ માટે પૈસા પૂરા પાડવાનું કામ કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.