ETV Bharat / bharat

અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબિયત સ્થિર: ડૉક્ટર

author img

By

Published : Feb 16, 2020, 5:22 PM IST

જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબિયત સુધારો થઇ રહ્યો છે. ડૉક્ટર્સે રવિવારે આ વાતની જાણકારી આપી હતી.

syed ali shah geelani health condition
syed ali shah geelani health condition

શ્રીનગરઃ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબિયત પહેલા કરતા સુધારો થઇ રહ્યો છે. એસ.કે.આઇ.એમ.એસ હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે, ‘તેમની તબિયત હવે સ્થિર છે. હવે તેની તબિયત પહેલાથી વધારે સારી છે.’

ડૉક્ટરે કહ્યું કે, જીએમસી શ્રીનગરના ચેસ્ટ મેડિસનના ડૉક્ટર નવીદની સલાહ પર શાહ ગિલાની પ્રવાહી પદાર્થ અને દવાઓ પર છે.

અલગાવવાદી નેતા ગિલાનીની તબિયત સંબંધિત અફવાઓ રોકવા માટે અધિકારીઓએ આ અઠવાડિયાની શરુઆતમાં કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.