ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: આજથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે સ્ટાર, સન્ની દેઓલ કરશે રોડ શૉ

author img

By

Published : Oct 17, 2019, 12:06 PM IST

latest haryana bjp news

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે ગતિ પકડી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ ખાસ કરીને ભાજપ પોતાની ફૌજ હવે જમીન પર ઉતારવા લાગી છે. ચૂંટણી પ્રચારને લઈ ગંભીર રહેતી ભાજપ હવે સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ધીમે ધીમે ઉતારી રહી છે.

અત્યાર સુધીમાં ભાજપના મોટા દિગ્ગજોમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, સ્મૃતિ ઈરાની, યોગી આદિત્યનાથ જેવા નેતાઓએ હરિયાણાનો મોર્ચો સંભાળી રહ્યા છે. જેઓ ભાજપના રાષ્ટ્રીય મુદ્દાઓના ગુણગાન કરી રહ્યા છે.

ચૂંટણી પ્રચારમાં એક્ટર સન્ની દેઓલ
હરિયાણા વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપ હવે ધીમે ધીમે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી છે, ત્યારે આજે આ ક્રમમાં ભાજપ તરફી પંજાબના ગુરુદાસપુરથી સાંસદ અને બોલીવૂડ એક્ટર સન્ની દેઓલ પણ પ્રચારમાં જોડાશે. તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલા સાથે ટોહાનામાં રોડ શૉ કરશે. સન્ની દેઓલ અહીં ભાજપના ઉમેદવાર કેપ્ટન અભિમન્યુ માટે પ્રચાર કરશે.

અમિત શાહની ગેરહાજરીની ભરપાઈ કરી રહ્યા છે આ સ્ટાર
આપને જણાવી દઈએ કે, ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ સ્ટાર પ્રચારકોને ઉતારી રહી છે. ભાજપની વિજય સંકલ્પ રેલીમાં અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહની ગેરહાજરીને ધ્યાને રાખી એકાએક મનોહર લાલ ખટ્ટરે રેલીઓનું આયોજન કરી નાખ્યું છે. આ અંતર્ગત આજે સન્ની દેઓલ પણ રોડ શોમાં જોડાશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.