ETV Bharat / bharat

ઘાટીમાં ખુલ્લેઆમ રિપોર્ટીંગ કરવા પત્રકારો માટે ખાસ વ્યવસ્થા કરવા માગ

author img

By

Published : Aug 11, 2019, 9:25 AM IST

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં પત્રકારોને સ્વતંત્ર રીતે આવવા-જવાં તથા ઘાટીમાં કોઈ પણ જાતની અડચણ વગર રિપોર્ટીગ કરવાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે, તથા આ અંગે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવાને લઈ દિશા-નિર્દેશ કરવા સુપ્રીમમાં અપિલ કરવામાં આવી છે. કાશ્મીર ટાઈમ્સના કાર્યકારી સંપાદક અનુરાધા ભસીને પત્રકારો માટે ઘાટીના વિસ્તારોમાં યોગ્ય વાતાવરણ સાથે રિપોર્ટીંગ કરી શકે તથા ત્યાની પરિસ્થતી વિશે લોકોને જાણકારી ઉપલબ્ધ કરાવી શકે તે માટે સુપ્રીમ કોર્ટમાં અપિલ કરવામાં આવી છે.

file

આ અરજીમાં સાથે સાથે એવી પણ માગ કરાઈ છે કે, ઘાટીના વિસ્તારોમાં ઈન્ટરનેટની સેવા તથા દૂરસંચારની સેવા બંધ કરવાની સામે પણ સવાલો ઊભા કરી આ બાબતે થોડી ઢીલ રાખવા ભલામણ કરાઈ છે.

ઉપરાંત મીડિયાની આઝાદી નક્કી કરવા બાબતે ફોટો જર્નાલિસ્ટ/પત્રકારોની આવન-જાવન પર ત્તાત્કાલિક ધોરણે તેમને છૂટ આપવાની વાત કરવામાં આવી છે.

આ અરજીકર્તાના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવાયું છે કે, ઈન્ટરનેટ સેવા બંધ રહેતા તેમના અખબારની પ્રિન્ટ તથા અખબાર સમયસર પ્રકાશિત કરી શક્યા નહોતા. જેને લઈ મીડિયાની આઝાદી પર સવાલો ઊભા કર્યા હતા.

અરજીકર્તાનું કહેવું છે કે, આ પ્રકારના પ્રતિબંધોથી પત્રકારોના અધિકારોનું હનન થાય છે, જે તેને સંવિધાનના અનુચ્છેદ 14 અંતર્ગત પ્રાપ્ત થયા છે. તેમને એ જાણવાનો પૂરેપુરો અધિકાર છે કે, ઘાટીમાં શું થઈ રહ્યું છે.

અરજીકર્તાએ સાથે સાથે એવું પણ જણાવ્યું છે કે, જ્યારે કાશ્મીરમાં આવો મોટો નિર્ણય લેવામાં આવતો હોય અને તે સમયે ત્યાં ઈન્ટરનેટની સેવા બંધ કરવામાં આવે છે, જેને લઈ કાશ્મીરીએમાં ગુસ્સો, ડર અને અસુરક્ષાની ભાવનામાં વધારો થયો છે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.