ETV Bharat / bharat

રાજકીય લાઈમલાઈટમાંથી ગાયબ થયેલા સિદ્ધુએ યૂ-ટ્યુબ ચેનલ શરૂ કરી

author img

By

Published : Mar 14, 2020, 3:59 PM IST

Sidhu launches YouTube channel
નવજોત સિંહ સિદ્ધુએ યુટ્યુબ ચેનલ શરૂ કરી

પંજાબમાં કોંગ્રેસની સરકાર તેના કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા કરવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટરથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુએ લોકો સાથે તેના વિચારો શેર કરવા માટે એક યૂ-ટ્યુબ ચેનલ શરૂ કરી છે.

પંજાબઃ રાજ્યની કોંગ્રેસ સરકાર પોતાના શાસનના 3 વર્ષ પુરા કરવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુએ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે એક યૂ-ટ્યુબ ચેલન લોન્ચ કરી છે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે જુલાઈમાં પ્રધાનમંડળમાંથી નવજોતે રાજીનામું આપી દીધુ હતું.

sidhu-launches-youtube-channel
સિદ્ધુ લઈને આવ્યા 'જીતેગા પંજાબ' યુટ્યુબ ચેનલ

પોતાની યૂ-ટ્યુબ ચેનલ પર પહેલા વીડિયોમાં સિદ્ધુએ 27 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે સોનિયા ગાંધી સાથે કરાયેલી મુલાકાત અંગે જણાવ્યું હતું. આ મુલાકાતમાં તેમણે પાર્ટી પ્રમુખે પંજાબની રાજકીય સ્થિતિથી માહિતગાર કર્યા હતા. વીડિયોમાં સિદ્ધુએ જણાવ્યું કે, તે આ વીડિયોમાં સરળ ભાષામાં સંવાદ કરશે.

જીતેગા પંજાબ અથવા પંજાબ વિલ વિન નામની ચેનલ પર પોતાના જેવા વિચાર ધરાવતા લોકોને ચર્ચા કરવા માટે સિદ્ધુઓ આમંત્રણ આપ્યું છે. સિદ્ધુએ પોતાના કાર્યાલયથી આ વિશે જણાવ્યું હતું કે, પંજાબના પુનઃ ઉદ્ધાર અને જાગૃતિ ફેલાવવા માટેનું આ ચેનલ માધ્યમ બની રહેશે છે. નવ મહિના ચિંતન અને સ્વ અવલોકન કર્યા બાદ પૂર્વ પ્રધાન, 4 વાર સાંસદ રહી ચુકેલા અને અમૃતસરના ધારાસભ્ય રહી ચુકેલા નવજોતસિંહ સિદ્ધુ પંજાબના સળગતા પ્રશ્નો વિશે વાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.