ETV Bharat / bharat

10,000 બેડના કોવિડ કેર સેન્ટરના નિરીક્ષણ અંગે કેજરીવાલને ગૃહપ્રધાન અમિત શાહે આપ્યો જવાબ

author img

By

Published : Jun 23, 2020, 9:24 PM IST

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોવિડ-19 કેન્દ્રો પર અરવિંદ કેજરીવાલના દાવાને નકારી કાઢયો અને કહ્યું કે 26 જૂન સુધીમાં 10,000 બેડવાળું સંભાળ કેન્દ્ર શરૂ થઈ જશે.

Shah
Shah

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોવિડ-19 કેન્દ્રો પર અરવિંદ કેજરીવાલના દાવાને નકારી કાઢયો અને કહ્યું કે 26 જૂન સુધીમાં 10,000 બેડવાળું સંભાળ કેન્દ્ર શરૂ થઈ જશે. શાહે કહ્યું કે, દિલ્હીમાં 250 આઈસીયુ બેડ સાથે 1000 બેડની સંપૂર્ણ હોસ્પિટલ આવતા 10 દિવસમાં તૈયાર થઈ જશે. સશસ્ત્ર દળો તેનું સંચાલન કરશે.

  • Dear Kejriwal ji,
    It has already been decided in our meeting 3 days back and MHA has assigned the work of operating the 10,000 bed COVID Care Centre at Radha Swami Beas in Delhi to ITBP. The work is in full swing and a large part of the facility will be operational by 26th Jun. https://t.co/VLMOQdEseY

    — Amit Shah (@AmitShah) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે કહ્યું, 'કેજરીવાલ જી, ત્રણ દિવસ પહેલા આપણી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને ગૃહમંત્રાલયે દિલ્હીના રાધાસ્વામી સત્સંગમાં દસ હજાર બેડની કોવિડ કેર સેન્ટર ચલાવવાનું કામ આટીબીપીને સોંપી દીધું છે. કામ ઝડપી ગતિએ ચાલુ છે અને કેન્દ્રનો મોટો ભાગ 26 જૂન સુધીમાં શરૂ થશે. "

  • I would also like to inform the people of Delhi that a 1,000 bed full-fledged hospital with 250 ICU beds is being developed for Covid patients. DRDO and Tata Trust are building the facility. Armed forces personnel will man it. This Covid Care centre will be ready in next 10 days.

    — Amit Shah (@AmitShah) June 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેજરીવાલે શાહને એક પત્ર લખીને દસ હજાર પથારીવાળા કેન્દ્રનું નિરીક્ષણ કરવા અને આઇટીબીપી અને સેનાના ડૉક્ટર્સ અને નર્સોને કેન્દ્રમાં તૈનાત કરવા વિનંતી કરી હતી, ત્યારબાદ શાહે દાવાનો આ વિરોધ કર્યો હતો.

શાહે કહ્યું, "હું દિલ્હીના લોકોને જણાવવા માંગુ છું કે કોવિડ દર્દીઓ માટે એક હજાર બેડની હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે, જેમાં 250 આઇસીયુ બેડ હશે." ડીઆરડીઓ અને ટાટા ટ્રસ્ટ હોસ્પિટલ બનાવી રહ્યા છે. સશસ્ત્ર દળો અહીં તૈનાત રહેશે. આ કોવિડ કેર સેન્ટર આગામી દસ દિવસમાં તૈયાર થઈ જશે. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.