ETV Bharat / bharat

રામમંદિર ભૂમિપૂજન, PM મોદીના આગમન પહેલા રામ જન્મભૂમિમાં પ્રવેશ બંધ, જાણો સમગ્ર કાર્યક્રમ

author img

By

Published : Aug 4, 2020, 7:42 AM IST

અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે. રામ મંદિર ભૂમિ પૂજનમાં 36 પરંપરાઓના 135 પૂજ્ય સંત મહાત્માઓ અને વિશિષ્ટ અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

special
special

અયોધ્યા: રામ મંદિર ભૂમિ પૂજનમાં 36 પરંપરાઓના 135 પૂજ્ય સંત મહાત્માઓ અને વિશિષ્ટ અતિથિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે ટ્રસ્ટે કહ્યું કે, શ્રી રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના 77મા આંદોલનમાં ભાગ લેનારા બધા રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતાં, પરંતુ હાલ ચાલી રહેલી કોરોના મહામારીના કારણે આ સંભવ નથી. સોમવારે અયોધ્યામાં યોજાયેલી કારસેવક પુરમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચંપત રાયે આ વાત કહી હતી.

વિશેષ સિક્યોરિટી ફીચર

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભૂમિ પૂજન માટેના કાર્યક્રમનું આમંત્રણ પત્ર અતિથિઓને આપ્યું છે. સૌથી પહેલા અયોધ્યાના અતિથિઓને આમંત્રિત કરવામાં આવ્યાં છે. આમંત્રણ કાર્ડ દ્વારા શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં અતિથિઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ કાર્ડમાં એક યૂનિક કોડ છે. જેના દ્વારા રામ જન્મભૂમિ પરિસરમાં વન ટાઈમ એન્ટ્રી થશે. એક વખત પ્રવેશ કર્યા બાદ રામ જન્મભૂમિ પરિસરની બહાર નીકળ્યા બાદ ફરી એન્ટ્રી માટે કાર્ડ માન્ય રહેશે નહીં.

રામ જન્મભૂમિ પરિસરમાં સામનો પ્રવેશ અનિવાર્ય

રામ મંદિર ભૂમિ પૂજનમાં એક આમંત્રણ કાર્ડથી એક જ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. કાર્ડની સાથે અધિકૃત ઓળખ કાર્ડ લાવવું જરુરી છે. આ કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો મોબાઈલ ફોન લાવવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.

PM મોદીના આગમનના 2 કલાક પહેલા રામ જન્મભૂમિ પ્રવેશ બંધ થશે

શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં રામ મંદિર ભૂમિ પૂજન માટે આમંત્રિત મહેમાનોએ 2 કલાક પહેલા પ્રેવેશ કરવાનો રહેશે. રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે કહ્યું કે, પરિસરનો મુખ્ય દ્વાર પર તેમને ઓળખપત્ર અને આમંત્રણ પત્રની સાથે સમયસર પહોંચવાનું રહેશે, ત્યારે જ અંદર પ્રેવેશ મળશે. આમંત્રિત મહેમાનોને 5 ઓગ્સ્ટના સવારે 10 કલાક સુધીમાં રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો...ભવ્યાતિભવ્ય રામ મંદિરનું બાંધકામ કેવું હશે? વાંચો અહેવાલ

રામ મંદિર ભૂમિ પૂજનના મુખ્ય સંત આમંત્રિત

રામ મંદિર ભૂમિ પૂજનમાં બધા જ પ્રમુખો પરંપરાઓના સંતોને આમંત્રિત કરવામાં આવ્યાં છે. જેમાં દશનામી પરંપરા, રામાનંદ વૈષ્ણવ પરંપરા, નાથ પરંપરા, નિંબાર્ક, માધવાચાર્ય, વલ્લભાચાર્ય રામસનેહી, કૃષ્ણ પ્રણામી, ઉદાસીનુ, નિર્મલી સંત, કબીર પંથી, ચિન્મય મિશન, લિંગાયત, વાલ્મિકિ સંત, રવિદાસ જી, સંત આચાર્ય સમાજ, શીખ પરંપરા, બોદ્ધ, જૈન સંત કૈવ્લય જ્ઞાન, સંત પંથ ઈસ્કોન, સ્વામીનારાયણ, વારકરી, એકનાથ બંઝારા સંત, વનવાસી સંત, આદિવાસી ગૌણ, ગુરુ પરંપરા, ભારત સેવાશ્રમ સંધ, આર્ચય સમાજ, સંત સમિતિ, સિંધી સંત સમિતિ, અખાડા પરિષદના પદાધિકારી અને નેપાશથી પણ પૂજ્ય સંતને ક્રાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. રામ મંદિર ભૂમિ પૂજનની ધાર્મિક વિધિઓ વડાપ્રધાન મોદી, યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને અતિથિ વિશિષ્ટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંધચાલક મોહન ભાગવતની ઉપસ્થિતિમાં વૈદિક રીતિ રિવાજથી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો...રામ મંદિર: 40 દિવસમાં ચુકાદાની 50 વર્ષોની સફર

108 દિવસ પહેલાથી રામ જન્મભૂમિમાં ધાર્મિક વિધિઓ ચાલુ છે

પરિસરમાં પૂજા પાઠનું કાર્ય 108 દિવસ પહેલાથી જ શરુ છે. પૂજા પાઠનો કાર્યક્રમ ગત્ત 18 એપ્રિલ, 2020થી આરંભ થયો છે. આ દરમિયાન દરરોજ વિષ્ણુ સહસ્તનામ, શ્રી રામ સહસ્તનામ, શ્રી હનુમત સહસ્તનામ, દુર્ગા સ્પતશતી પાઠના મંત્રો દ્વારા હવન અને રુદ્રાભિષેક કરવામાં આવતો હતો. મંદિર ટ્રસ્ટનું માનવું છે કે, આ ધાર્મિક વિધિઓ દ્વારા આખો વિસ્તાર આધ્યાત્મિક ઊર્જાથી ભરેલો છે.

ટ્રસ્ટે રામલલ્લાના લીલા રંગના વસ્ત્ર પર ટ્રસ્ટે આપ્યો જવાબ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ રામલલ્લાના લીલા કપડાને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. જેનો સંબંધ વડાપ્રધાન કાર્યાલય અથવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સાથે નથી. ચંપત રાયે કહ્યું કે, બુધ ગ્રહનો સંબંઘ હરિજન સાથે છે. આ પરંપરાનું પાલન જ્યારથી રામલલ્લા બિરાજમાન છે, ત્યારથી કરવામાં આવી રહ્યું છે. આ અંગે કોઈ ટિપ્પણી કરવી નકામી છે.

દેશભરમાં રામ મંદિર નિર્માણને લઈ લોકો ઉત્સાહમાં છે.

મોટી સંખ્યામાં લોકોએ તેમની આસપાસના પવિત્ર સ્થાન પરથી પાણી અને માટી મોકલીને રામ મંદિરના પાયામાં મુકવા માટે મોકલ્યા છે. મોટી સંખ્યામાં પવિત્ર કોરિયર યાત્રાધામ વિસ્તારની કચેરી અથવા તીર્થ ક્ષેત્રના કાર્યાલય અને કારસેવક પુરમાં મોકલવામાં આવી રહ્યું છે. જેમાં મુખ્યત્વે ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી સિંધુ, બ્રહ્મપુત્રા, જેલમ, રાવી સહિતની તમામ પવિત્ર નદીઓ અને દેશના તમામ પ્રખ્યાત પવિત્ર કુંડના પાણી સામેલ છે.

આ સાથે ઔતિહાસિક અને ધાર્મિક મહત્વના ઘણા સ્થળોની માટી પણ અયોધ્યામાં આવી છે. મુખ્યત્વે હલ્દીઘાટીની માટી, ચિત્તોડગઢ કિલ્લાની માટી અને સુવર્ણ મંદિરના કુંડનું પાણી અને માટી, વૈષ્ણોદેવીની માટી, મૈસેકર ઘાટની માટી, બ્રહ્મખુંટીની અને નાના સાહેબ પેશ્વાનો કિલ્લો, રાયગઢનો કિલ્લાની માટી, તમામ જ્યોતિર્લિંગો આંગણાની માટી, ઉદ્રમ સ્થળનું પાણી અને માટીરવિદાસ મંદિર કાશીની માટી, માનસરોવરના માટી અને પાણી અયોધ્યા પહોંચ્યું છે. આ બધાને શ્રી રામ જન્મભૂમિ તીર્થસ્થાન માટે કેમ્પમાં સુરક્ષિત રાખવામાં આવ્યાં છે.

ઈકબાલ અંસારી અને મોહમ્મદ શરીફને પણ આમંત્રણ મળ્યું

બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારીને શ્રી રામ મંદિરના ભૂમિપૂજન માટે આમંત્રણ પણ આપ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરી છે. તે સામાજિક સેવાના ઉત્કૂષ્ટ યોગદાન આપનાર અયોધ્યાના નિવાસી ચાચાના નામથી પ્રસિદ્ધ મોહમ્મદ શરીફને પણ ટ્રસ્ટે આમંત્રણ આપ્યું છે. તમને જણાવી દઈએ કે, શરીફ ચાચાને અયોધ્યા અને આસપાસના જિલ્લામાં અત્યાર સુધીમાં ધાર્મિક માન્યતાના રુપે 5500 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કર્યા છે. આ માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં પણ આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.