ETV Bharat / bharat

રાજસ્થાનમાં આજે કોંગ્રેસના ધારાસભ્યદળની બેઠક, ફ્લોર ટેસ્ટની રણનીતિ પર થશે ચર્ચા

author img

By

Published : Jul 21, 2020, 9:57 AM IST

રાજસ્થાનમાં કોંગ્રેસે પોતાની પાર્ટીની ધારાસભ્યદળની બેઠક બોલાવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે જયપુર-દિલ્હી રાષ્ટ્રીય રાજમાર્ગ સ્થિત હોટલમાં રાખવામાં આવી છે.

Rajasthan Congress
રાજસ્થાન કોંગ્રેસ

જયપુરઃ દિલ્હી હાઈવે પર સ્થિત હોટલ ફેયરમાઉન્ટમાં એકવાર ફરી કોંગ્રેસે ધારાસભ્યદળની બેઠક બોલાવી છે. પ્રદેશની રાજનીતીમાં આવેલી રાજનીતીક સંકટ વચ્ચે આ ત્રીજીવાર ધારાસભ્યદળની બેઠક બોલાવવામાં આવી છે. આ પહેલા આ બેઠક સોમવારે રાત્રે 9:30 કલાકે યોજાવાની હતી, પરંતુ કોઈ કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. બાદમાં ધારાસભ્યદળની બેઠકનો સમય બદલી મંગળવારે સવારે 11 વાગ્યે કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત પોતાના ધારાસભ્યો સાથે આગળની રણનીતિ પર મંત્રણા કરશે. આ બેઠકમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. સૌથી પહેલા કોંગ્રેસે 13 અને 14 જુલાઈના રોજ ધારાસભ્યદળની બેઠક બોલાવી હતી, પરંતુ કથિત રીતે સરકાર પાડવાના પ્રયાસનો ઘટનાક્રમ શરૂ થયો હતો અને સચિન પાયલોટ સહિત તેમના સમર્થક ધારાસભ્યોએ આ બેઠકમાં હાજર નહોતા રહ્યાં. 13 જુલાઈએ સીએમ હાઉસ પર થયેલી ધારાસભ્યદળની બેઠક બાદ તમામ ધારાસભ્યોને હોટલ ફેયરમાઉન્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ 14 જુલાઈએ ફરી ધારાસભ્યદળની બેઠક મળી હતી. જે પણ હોટલમાં રાખવામાં આવી હતી.

ફ્લોર ટેસ્ટના વિકલ્પ પર થઈ શકે છે વાતચીત

કોંગ્રેસ ધારાસભ્યદળની બેઠકમાં વિધાનસભાનું વિશેષસત્ર બોલાવી ફ્લોર ટેસ્ટ કરવાની જગ્યા પર બિલ પાસ કરવાની ચર્ચા થઈ શકે છે. આ કારણે સરકાર સીધો ફ્લોર ટેસ્ટ કરવાથી બચી શકે છે અને બિલ પાસ કરવાના બહાને પોતાનું સંખ્યાબળનું પ્રદર્શન બતાવી શકે છે, પરંતુ સુત્રોનું માનીયે તો મુખ્યપ્રધાન ગેહલોતે સરકાર પાસે કેટલું સંખ્યબળ છે, તેની જાણકારી રાજ્યપાલને મુલાકાત દરમિયાન આપી દીધી હતી.

ગિરધારી મહિયા પર સસ્પેન્સ યથાવત

બીકાનેરના શ્રીડુંગરગઢથી માકપા ધારાસભ્ય ગિરધારી મહિયા ગેહલોત જૂથમાં સામેલ થશે કે નહીં તેના પર સસ્પેન્સ યથાવત છે. ઘણા દિવસો પછી પાયલટ જૂથમાં સામેલ થવાની ખબરો બાદ સોમવારે મીડિયા સાથે વાતચીતમાં ધારાસભ્યએ કહ્યું કે, હું પોતાના ક્ષેત્રમાં લોકો વચ્ચે છું. કઈ તરફ જઈશ, તે પાર્ટી નિર્ણય લેશે, કોઈ પણ ધારાસભ્ય પાર્ટીથી અલગ લાઈન પર નહીં જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.