ETV Bharat / bharat

પાકિસ્તાની સંસદમાં પુલવામાં હુમલાનું સત્ય સ્વીકારાયું : મોદી

author img

By

Published : Nov 1, 2020, 8:33 AM IST

હાલમાં પાકિસ્તાની સંસદમાં પુલવામાં હુમલાને લઈ નિવેદનમાં પાકિસ્તાનની પોલ ખોલી નાંખી છે. ભારતમાં પાકિસ્તાની આ નાપક હરકતને લઈ આક્રોશમાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાકિસ્તાને આ હુમલાની સત્યતા સ્વીકારી લીધી છે.

મોદી
મોદી

નર્મદા (કેવડિયા) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગત્ત વર્ષ પુલવામાં થયેલા આતંકી હુમલાની સત્યતાને પાકિસ્તાની સંસદમાં સ્વીકારવામાં આવી છે. આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના 40 જવાનો શહિદ થયા હતા.

દેશમાં પુલવામાં હુમલા બાદ કેટલાક લોકો દુખી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે દેશમાં પુલવામાં હુમલા બાદ કેટલાક લોકો દુખી હતા કેટલાક લોકો સ્વાર્થ અને અહંકારથી રાજકારણ કરી રહ્યા હતા.મોદીએ કહ્યું કે, આ નિવેદન એવા સમયે આવ્યું છે. કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ પાકિસ્તાનની સંસદમાં સ્વીકાર કર્યો કે, 2019માં જમ્મૂ-કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા માટે તેમનો દેશ જવાબદાર છે.વડાપ્રધાન મોદી આ દેશ પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જંયતી પર સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જનસભાને સંબોધન કરતા કહ્યું હતુ.

પાડોશી દેશથી જે સમાચાર સામે આવ્યા

મોદીએ કહ્યું કે, આજે હું સૌનિકોની પરેડ જોઈ રહ્યો હતો તો મારા મનમાં વધુ એક તસ્વીરો સામે આવી હતી. જે પુલવામાં હુમલાની હતી. દેશ ક્યારે પણ ભૂલી નહિ શકે જ્યારે તેમના વીરજવાનોના જવાથી દેશ દુખમાં ડુબ્યો હતો. ત્યારે કેટલાક લોકો દુખમાં સામેલ ન હતા. દેશ તેમને ક્યારે પણ ભુલી નહી શકે.મોદીએ કહ્યું કે, છેલ્લા થોડા દિવસો પહેલા પાડોશી દેશથી જે સમાચાર સામે આવ્યા છે. તે પ્રકારે ત્યાંની સાંસદમાં સત્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. લોકોના અસલી ચહેરાઓ દેશની સામે લાવ્યા છે. રાજકારણના સ્વાર્થ માટે આ લોકો કેટલી હદ સુધી જઈ શકે છે. પુલવામાં હુમલા બાદ કરવામાં આવેલી રાજનીતિ આનું સૌથી મોટું ઉદાહરણ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશનું હિત જ સર્વેચ્ચ હિત છે. જ્યારે અમે સૌ લોકોનું હિત વિચારીયે છીએ. ત્યારે અમારી પ્રગતિ અને ઉન્નતિ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.