ETV Bharat / bharat

યુપી સરકારે આપ્યું ધોરણ 6થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, ઈ-લર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ

author img

By

Published : Apr 15, 2020, 11:52 AM IST

ઉત્તર પ્રદેશ સરકારે ધોરણ 6થી 9 અને 11ના વિદ્યાર્થીઓને બઢતી(માસ પ્રમોશન) આપવાનો આદેશ જારી કર્યો છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને 20મી એપ્રિલથી ઈ-લર્નિંગ અને વર્ચુઅલ ક્લાસ દ્વારા ભણાવવામાં આવશે.

Promote students of classes 6-9 & class 11; focus on e-learning: UP govt
ઈ-લર્નિંગ પર કેન્દ્રિત કરી ધોરણ 6થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપો: યુપી સરકાર

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે મંગળવારે જાહેરાત કરી કે, કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉન વચ્ચે ધોરણ 6થી 9 અને 11ના તમામ વિદ્યાર્થીઓને બઢતી(માસ પ્રમોશન) આપવામાં આવશે.

આ જાહેરાત અનુસાર જેમની પાસે માધ્યમિક શિક્ષણ વિભાગનો પોર્ટફોલિયો છે. તેમને 9થી 12ના વર્ગના વિદ્યાર્થીઓને 20 એપ્રિલથી વોટ્સએપ દ્વારા ઈ-લર્નિંગ અને વર્ચુઅલ ક્લાસ દ્વારા ભણાવવામાં આવશે. સરકારની સમીક્ષા બેઠકમાં આ આદેશ જારી કરવામાં આવ્યો હતો.

શર્માએ કરેલી એક સત્તાવાર જાહેરાત અનુસાર, લૉકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશ બોર્ડના વિદ્યાર્થીઓને દીક્ષા પોર્ટલ પર ઈ-કન્ટેન્ટની મદદથી ભણાવી શકાય છે. તેના અમલીકરણ માટે વહેલી તકે એક એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ. જેથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.