ETV Bharat / bharat

વારણસીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવ દિવાળી મહોત્સવમાં લેશે ભાગ

author img

By

Published : Nov 30, 2020, 7:51 AM IST

narendra modi
narendra modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારણસીમાં દેવ દિવાળી મહોત્સવમાં સામેલ થશે. પ્રોટોકૉલ અનુસાર મોદી સોમવાર (આજે ) બપોરે 2.10 કલાકે બાબતપુર એરપોર્ટ પર પહોચશે. પ્રયાગરાજ-વારણસી 6-લેનનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી રાત્રે 5 વાગ્યે દીપ પ્રગટાવી દિપોત્સવની શરુઆત કરશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના પ્રવાસે
  • સારનાથ પુરાતત્વ સ્થળની કરશે મુલાકાત
  • છ લેન વાળા રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન કરશે

લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સંસદીય વિસ્તાર વારણસીના પ્રવાસ પર છે. આ દરમિયાન વડાપ્રધાન દેવ દિવાળી મહોત્સવમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદીના બધા જ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથી તેમની સાથે રહેશે. વડાપ્રધાન વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટ કરીને તહેવારની શરૂઆત કરશે. આ ઉપરાંત સારનાથ પુરાતત્વ સ્થળ પર 'લાઇટ એન્ડ સાઉન્ડ' શો પણ જોશે, જેનું ઉદ્ધાટન તેમણે આ મહિનાની શરૂઆતમાં કર્યું હતું.

વડાપ્રધાને ટ્વિટ કરી કહ્યું કે, 'દેવ દિવાળીના પાવન અવસર પર સંસદીય વિસ્તાર વારણસીમાં લોકો વચ્ચે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. આ દરમિયાન શ્રી કાશી વિશ્વનાથ મંદિર ગલિયારા અને સારનાથ જવાની તક મળશે. સાથે સાથે વારણસી-પ્રયાગરાજ વચ્ચેના છ લેન વાળા નેશનલ હાઇવેનું ઉદ્ધાટન કરીશ.' પ્રોટોકોલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર બપોરે 2.1 કલાકે બાબતપુર એરપોર્ટ પર પહોચશે. જ્યાં સેનાનું હેલીકૉપ્ટર દ્વારા ખજૂરી જનસભા સ્થળે પહોચશે. જ્યાં પ્રયાગરાજ-વારણસી વચ્ચેના છ લેન વાળા નેશનલ હાઇવેનું ઉદ્ધાટન કરી જનસભા સંબોધિત કરશે.

પાવન પથ વેબસાઈટનું લોકાર્પણ કરશે

કાર્યક્રમ મુજબ તે ક્રૂજ થી પરત રાજધાટ પહોંચશે અને રાત્રે 5 કલાકે દીપ પ્રગટાવી દિપોત્સવની શરુઆત કરશે અને પાવન પથ વેબસાઈટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી રાત્રે 5.45 કલાકે ક્રૂઝ થી રવિદાસ ઘાટ માટે રવાના થશે અને ચેતસિંહ ઘાટ પર 10 મિનીટનો લેજર શો જોશે. રવિદાસ ઘાટ પહોંચી તેઓ સારનાથ માટે રવાના થશે જ્યાં લાઈટ એન્ડ સાઉન્ડ શો જોશે. રાત્રે 8.15 કલાકે બાબતપુર એરપોર્ટથી દિલ્હી પરત ફરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.