ETV Bharat / bharat

વડાપ્રધાને સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું- દેશની જમીન પર કોઇ નજર પણ ન કરી શકે...

author img

By

Published : Jun 19, 2020, 10:41 PM IST

ભારત-ચીન સરહદ પર તાજેતરના ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી, જેમાં અલગ-અલગ પક્ષના નેતાઓ ઓનલાઇન જોડાયા હતા.

વડાપ્રધાન મોદીની સર્વપક્ષીય બેઠક
વડાપ્રધાન મોદીની સર્વપક્ષીય બેઠક

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા વિવાદો અને હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા ભારતના 20 જવાનો મુદ્દે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આશરે 20 રાજનીતિક દળોના પ્રતિનિધિ દળોના પ્રતિનિધિનો સમાવેશ થાયો હતો. આ બેઠકમાં ભારત ભારત-ચીન બોર્ડર પર હાજર સ્થિતી પર ચર્ચા થઇ હતી.

પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે ઘર્ષણ મુદ્દે બોલાવાયેલી સર્વદળીય બેઠકમાં દળોએ ચીનના મુદ્દે સરકારના વલણનું સમર્થન કર્યું છે. મોદી સરકારે જે પ્રકારે પરિસ્થિતીને હેન્ડલ કરી છે તેનાં પ્રતિ સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ બેઠકને સંબોધિત કરતા કહ્યું કે...

  • ચીન ભારતની સરહદમાં પ્રવેશ્યું નથી તથા આપણી કોઈ ચોકી ઉપર કબ્જો નથી કર્યો.
  • ભારતના 20 જવાન શહીદ થયા, પરંતુ જેમણે ભારતમાતા તરફ નજર કરી, તેમને પાઠ ભણાવી ગયા.
  • સમગ્ર દેશ શહીદોના પરિવાર સાથે ઉભો છે.
  • આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છે.
  • ભારત શાંતિ અને મિત્રતા ઇચ્છે છે.
  • રાષ્ટ્ર તથા દેશવાસીઓનું હિત એ આપણા બધાની હંમેશાંથી પ્રાથમિક્તા રહી છે.
  • ભારત પાસે એટલી ક્ષમતા છે કે કોઈ દેશની એક ઇંચ જમીન ઉપર પણ નજર ન કરી શકે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.