ETV Bharat / bharat

કોવિડ-19 અને લોકડાઉનના માર વચ્ચે મરીનું માર્કેટ શરુ

author img

By

Published : Apr 19, 2020, 3:21 PM IST

કોરોના વાઈરસના કારણે જાહેર કરાયેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે મરીનો વ્યાપાર અટકી ગયો હતો. કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે આ અઠવાડિયે મરીનો વ્યાપાર ફરી શરૂ કરવામાં આવ્યો છે. વ્યાપાર ફરી શરૂ થવાને કારણે મરીના ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.

Pepper trade resumes in Kochi amid COVID-19 lockdown
કોવિડ-19 અને લોકડાઉન વચ્ચે કોચીમાં મરીનો વેપાર ફરી શરૂ

કેરળ: દેશભરમાં કોરોના વાઈરસના કારણે કરાયેલા લોકડાઉન વચ્ચે મરીનો 7 ટન સ્ટોક ઈડુક્કી જિલ્લામાંથી 16મી એપ્રિલના રોજ પહોંચ્યા પછી કોચીમાં મરીનો વેપાર આ અઠવાડિયે ફરી શરૂ કરવામાં આવ્યો છે. દેશવ્યાપી લોકડાઉનના કારણે પરિવહનમાં અગવડતા અને વ્યાપાર ન થવાને કારણે મરીનો વ્યાપાર અટકી ગયો હતો. લોકડાઉન વચ્ચે કેરળ સરકારની દખલ બાદ વેપાર ફરી શરૂ થયો.

કિશોર મસાલાના માલિક કિશોર શામજીએ જણાવ્યું હતું કે, અમે વાયનાડ અને ઈડુક્કી જિલ્લામાંથી વધુ મરી આવવાની અપેક્ષા રાખીએ છીએ. જ્યારે લોકડાઉન હળવું કરવામાં આવશે તો માલની આવક થશે. ઈડુક્કી અને વાયનાડ જિલ્લાના મરીના વ્યાપારીઓએ તેમની દુકાનો ખોલવાની પરવાનગી માટે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો.

શામજીએ કોચીના મટનચેરીમાં જણાવ્યું હતું કે, આ અગાઉ અમે તામિલનાડુ સરહદ દ્વારા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દુર કરવા માટે કેરળ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. આ પ્રતિબંધોએ ટર્મિનલ માર્કેટમાંથી બાહ્ય માલની હેરફેર માટે ટ્રકની ઉપલબ્ધતાને અસર પડી રહી હતી. મરીના ખેડૂતોએ પણ વ્યાપાર ફરી શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો.

કોચિમાં આવેલા મટનચેરીના મરી ખેડૂત સી. જે. વર્ગીઝે જણાવ્યું કે, કૃષિએ મારા પરિવાર માટે એકમાત્ર આવકનું સાધન છે. લોકડાઉનની જાહેરાત કર્યા પછી મેં 15 કિલો મરી વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ પણ ગ્રાહક મળ્યો ન હતો. હવે મરીનો કોચિના મટનચેરીના મરી ફેમર સી.જે. વર્ગીઝે જણાવ્યું હતું. ફરી શરૂ થયો એ સાંભળીને મને ખૂબ આનંદ થયો. મને આશા છે કે "જીવન પાછું સામાન્ય બનશે," હાલમાં, અનગર્બલ મરીનો દર રૂ. 300 પ્રતિ કિલોગ્રામ. મલબાર ગાર્બલ્ડ -1 વિવિધ રૂ. 320 અને નવી મરી રૂ. 290.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.