ETV Bharat / bharat

ત્રણ દિવસ બાદ નિર્ભયાના દોષીઓને ફાંસી, તિહાર જેલ પહોંચશે જલ્લાદ

author img

By

Published : Mar 17, 2020, 10:45 AM IST

નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી આપવાનો દિવસ નજીક આવી રહ્યો છે. 20 માર્ચે ચારેય આરોપીઓને ફાંસી આપવા માટે ફાંસીના ત્રણ દિવસ અગાઉ જલ્લાદને તિહાર જેલમાં બોલાવવામાં આવ્યો છે. જેને લઇ જલ્લાદ આજરોજ તિહાર જેલ ખાતે પહોંચશે.

pawan jallad
pawan jallad

નવી દિલ્હી : દિલ્હી અદાલતે નિર્ભયાના દોષીઓને 20 માર્ચે ફાંસીની સજાનું એલાન કર્યુ છે. તેવામાં નિર્ભયાના દોષીઓ ફાંસીની સજાથી બચવા અનેક વિકલ્પો અને નુસ્ખાઓ અપનાવી રહ્યાં છે. જોકે દોષીઓ પાસે હવે એક પણ વિકલ્પ બચ્યો નથી. ફાંસીના ત્રણ દિવસ પહેલા એટલે કે આજે પવન જલ્લાદ તિહાર જેલ પહોંચશે.

દિલ્હી નિર્ભયા કેસના ચારેય આરોપી મુકેશ, પવન, વિનય અને અક્ષયને 20 માર્ચે સવારે સાડા પાંચ કલાકે એક સાથે ફાંસી આપવામાં આવશે.

જેલ અધિકારીઓના જણાવ્યાં અનુસાર જલ્લાદના તિહાર જેલમાં આવ્યા બાદ પહેલા ડમી ફાંસી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.