ETV Bharat / bharat

ભારત-ચીન સીમા વિવાદને પગલે ચમોલીમાં વધી સતર્કતા

author img

By

Published : Jun 17, 2020, 10:55 AM IST

Etv Bharat, Gujarati News, Chamoli News
ભારત- ચીન સીમા વિવાદને ધ્યાને રાખી ચમોલીમાં વધી સતર્કતા

ભારત અને ચીનની વચ્ચે વધતા જતાં તણાવને પગલે ભારતીય સેનાએ ચમોલી પાસે લાગતી ભારત-ચીન સીમા પર સતર્કતા વધારી છે અને તે વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કર્યા છે.

ચમોલીઃ પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીન સીમા વિવાદે આક્રમક રુપ લીધું છે. ભારતીય સેનાએ ચોમલીમાં ભારત-ચીન સીમા પર સતર્કતા વધારી છે. ભારત-ચીન સીમા ઉત્તરાખંડમાં લગભગ 345 કિલોમીટર લાંબી છે. ભારત-ચીન સીમા વિવાદની વચ્ચે બીઆરઓ ઉત્તરાખંડમાં તે રસ્તાના કામને પુરા કરવા માટે તૈયાર થયા છે, જે ભારત-ચીન બોર્ડરની નજીક છે અને રણનીતિક રીતે ભારત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.

વધતા જતા તણાવની વચ્ચે ભારતીય સેનાએ ચમોલીથી લાગતી ભારત-ચીન સીમા પર સતર્કતા વધારી છે અને તે વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે, તો અનલોક-1 દરમિયાન ચમોલી જિલ્લા પ્રશાસને ભારત-ચીન સીમા સાથે લાગેલા બારાહોતી અને મનપાસમાં સ્થાનિક ભરવાડને બકરીઓ ચરાવવાની પરવાનગી આપવાની પ્રક્રિયા પણ શરુ કરી છે.

ચમોલીમાં છેલ્લા 3-4 દિવસોથી સેનાની ટૂકડીઓ સતત ભારત ચીન સીમા તરફ જઇ રહી છે. સેના સાથે જોડાયેલા સૂત્ર અનુસાર બોર્ડર પોસ્ટ પર સૈનિકોની સંખ્યા વધતા સૈન્ય અભ્યાસ પણ શરુ કરવામાં આવશે. ચીન કેટલીય વાર ચમોલી જિલ્લામાં લાગેલા સીમા વિસ્તાર બારાહોતી અને માનાપાસમાં ઘુસણખોરી કરી ચૂક્યો છે. જે બાદ સેના અને આઇટીબીપી એલર્ટ થઇ છે.

વધુમાં જણાવીએ તો, ચમોલી જિલ્લામાં માણા, નીતિ, મલારી અને બારાહોતી ઘાટીની ડઝન ફોજ ફોરવર્ડ પોસ્ટ પર આઇટીબીપીના જવાન તૈનાત છે. આઇટીબીપીના જવાન પહાડો પર પેટ્રોલિંગ કરીને ચીનની દરેક હરકત પર બાજ નજર રાખી રહ્યા છે. માણામાં સેના અને આઇટીબીપીનું યૂનિટ તૈનાત છે, જયારે માણાથી આગળ 40થી 50 કિલોમીટર આઇટીબીપીની ફોરવર્ડ પોસ્ટ છે.

બારાહોતી વિસ્તારમાં ક્યારે ક્યારે થઇ ચીનની ઘુસણખોરી

  • 2014માં સીમા વિસ્તારમાં અંતિમ ચોકી રિમખિમની પાસે ચીની હેલિકોપ્ટર ઘણી વાર સુધી ફર્યું હતું
  • 2015માં ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસીને સ્થાનિક ભરવાડોના સામાનને નષ્ટ કર્યો હતો
  • 2016માં સીમા નજીકના વિસ્તારોના નિરીક્ષણ દરમિયાન ચમોલી જિલ્લા પ્રશાસનની ટીમનો ચીની સૈનિકો સાથે સામનો થયો હતો
  • 3 જૂન વર્ષ 2017 બારાહોતીમાં બે ચીની હેલિકોપ્ટર 3 મીનિટ સુધી ફર્યું હતું
  • 25 જૂલાઇ વર્ષ 2017 સીમા ક્ષેત્રમાં ચીની સેનાના 200 જવાન ભારતીય સીમામાં એક કિલોમીટર અંદર ઘુસ્યા હતા
  • 10 માર્ચ 2018 બારાહોતીમાં ચીની સેનાના 3 હેલિકોપ્ટર ભારતીય સીમામાં 4 કિલોમીટર અંદર ઘુસ્યા હતા
  • જૂલાઇ 2018માં ચીની સૈનિક ભારતીય સીમામાં ઘુસ્યા હતા, ત્યારે ભારતીય સેનાએ તેને વળતો જવાબ આપ્યો હતો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.