ETV Bharat / bharat

કોરના અસરઃ રાયપુરમાં થયા ઓનલાઈન લગ્ન

author img

By

Published : Apr 21, 2020, 12:17 AM IST

કોરોના કાળને કારણે લોકોના અનેક કામો અટકી પડ્યાં છે. રાયપુરમાં એક પરિવારમાં અપ્રિલમાં લગ્ન યોજાવાનું નક્કી થયું હતુ. પંરતુ લોકડાઉન કારણે આ શક્ય નહોતું. તેથી તેમણે ઓનલાઈન લગ્ન કરવાનો નિર્ણય લીધો. વિધિસર યુવક યુવતીને ઓનલાઈન લગ્ન કરવામાં આવ્યાં હતાં.

Etv Bharat
online wedding


રાયપુર: લોકડાઉનની વચ્ચે ઓનલાઇન લગ્ન થતાં જોવા મળ્યાં છે. લોકડાઉન હોવાથી લગ્નની બધા રીતીરિવાજો ઓનલાઈન અનુસરી લગ્ન કરવામાં આવ્યાં હતાં. મંબઈના વરરાજા અને બરેલીની દુલ્હનના થયા ઓનલાઈન લગ્ન.

Etv Bharat
રાયપુરમાં ઓનલાઈન લગ્ન

વિધિસર થયા લગ્ન

રાયપુરના વરરાજા, બરેલીમાં દુલ્હન, પંડિત જીએ રાયપુરથી ફેરા ફેરવ્યા, બંનેએ પીઠી પણ લગાવી, મહેંદી પણ ઓનલાઈન કરી બધી જ વિધિઓ ઓનલાઈન કરી હતી. મંડપ પણ શણગારાયું, શહનાઈ પણ વાગી અને ઢોલ પણ વાગ્યો. લોકડાઉનને કારણે જાન નીકળી ન હતી. લગ્નની તમામ વીધી કરવામાં આવી હતી, પરંતુ બધુ જ ઓનલાઈન કરવામાં આવ્યું હતું.

Etv Bharat
રાયપુરમાં ઓનલાઈન લગ્ન

ઓનલાઈન લગ્ન

રાયપુરના શંકર નગરમાં રહેતા સંદીપ ડાંગના પુત્ર સુશીનના લગ્ન બે વર્ષ પહેલા બરેલીના કૃષ્ણ કુમાર નારંગની પુત્રી કીર્તિ નારંગ સાથે નક્કી થયા હતા અને 19 એપ્રિલના રોજ ડેસ્ટિનેશન વેડિંગ યોજાવાના હતાં. જેના માટે ઉત્તરાખંડમાં એક રિસોર્ટ બુક કરાયો હતો. સંબંધીઓને આમંત્રણ પણ અપાઈ ગયું હતું, લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. એવામાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન થયું.

Etv Bharat
રાયપુરમાં ઓનલાઈન લગ્ન

પરંતુ લગ્ન નિશ્ચિત સમય પર ગોઠવ્યા હોવાથી, કન્યા અને વરરાજાએ તકનીકીનો ઉપયોગ કરીને આ યુગમાં ઓનલાઇન લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.બંને પરિવારે ખાનગી કંપની દ્વારા ઓનલાઇન લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.