ETV Bharat / bharat

કોરોના મહામારી વચ્ચે આજથી JEE મેઈન પરીક્ષા શરૂ, પરીક્ષાર્થીઓમાં ઉત્સાહનો માહોલ

author img

By

Published : Sep 1, 2020, 10:48 AM IST

Updated : Sep 1, 2020, 11:14 AM IST

એપ્રિલ મહિનામાં યોજાનાર NEET અને JEEની પરીક્ષાઓ કોરોના મહામારીના કારણે 2 વખત સ્થગિત કરવામાં આવી હતી. અંતે પરીક્ષા આયોજિત કરનાર National Testing Agencyએ JEE મેઈન પરીક્ષા 1 થી 6 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાનો નિર્ણય લીધો છે. NEETની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ લોવામાં આવશે.

JEE Main 2020
પરીક્ષા

નવી દિલ્હી : દેશભરમાં કોરોના મહામારીનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. જેને લઈ આજે એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે લેવાનારી JEE મેઈન પરીક્ષા શરુ થઈ રહી છે. શિક્ષા પ્રધાન રમેશ પોખરિયાલે વિદ્યાર્થીઓ અને બધા જ રાજ્યના મુખ્યપ્રધાનોને મેસેજ દ્વારા અપીલ કરી કે, તેઓ સંપુર્ણ સહયોગ કરે અને પરીક્ષાના સફળ આયોજનમાં મદદ કરે.

એપ્રિલ મહીનામાં યોજાનારી NEET અને JEEની પરીક્ષાઓ કોરોના મહામારીના કારણે 2 વખત સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે કેટલાક વિપક્ષી અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો, પરંતુ સરકાર નિર્ણય પર અડગ રહી અને હવે પરીક્ષા નક્કી કરાયેલા સમય પર આયોજિત થઈ રહી છે.

શિક્ષા પ્રધાન નિશંકે કહ્યું કે, અત્યાર સુધીમાં અંદાજે બધા વિદ્યાર્થીઓ તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, વિદ્યાર્થીઓ પરીક્ષાના પક્ષમાં છે. નિશંકે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો કે તેઓ દિશાનિર્દેશોનું પાલન ગંભીરતાથી કરે અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે.

Last Updated : Sep 1, 2020, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.