ETV Bharat / bharat

નિર્ભયાના આરોપીની પત્નીએ પતિને બચાવવા માટે ખેલ્યો નવો દાવ, છૂટાછેડા માટે કરી અરજી

author img

By

Published : Mar 17, 2020, 11:49 PM IST

આગામી 20 માર્ચે થનારી ફાંસીથી બચવા માટે નિર્ભયાના ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી નવી ચાલ ચાલ્યો છે. નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં ફાંસીની સજા પામેલા આરોપી મુકેશે પોતાના વકીલ એમ.એલ શર્મા દ્વારા દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરવાનો દાવો કર્યો છે કે, તે નિર્ભયાની સાથે 16 ડિસેમ્બર 2012ના દિવસે થયેલા બનાવ સમયે દિલ્હીમાં હતો જ નહીં.

નિર્ભયાના આરોપીની પત્નીએ પતિને બચાવવા માટે ખેલ્યો નવો દાવ, છૂટાછેડા માટે કરી અરજી
નિર્ભયાના આરોપીની પત્નીએ પતિને બચાવવા માટે ખેલ્યો નવો દાવ, છૂટાછેડા માટે કરી અરજી

નવી દિલ્હી: આગામી 20 માર્ચે થનારી ફાંસીથી બચવા માટે નિર્ભયાના ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી નવી ચાલ ચાલ્યો છે. મુકેશે અરજીમાં દાવો કર્યો છે કે, તેની 17 ડિસેમ્બર 2012ના રોજ રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. એવામાં તે ઘટના સ્થળ એટલે કે દિલ્હીના વસંત વિહારમાં હાજર નહોતો. આ સાથે જ મુકેશે તિહાડ જેલમાં હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.

મુકેશે આ ચાલ આગામી 20 માર્ચે થનારી ફાંસીથી માત્ર 3 દિવસ પહેલા જ કરી છે. જેથી સવાલ ઉભો થાય છે કે, આરોપીએ આ અરજી કોર્ટમાં દાખલ કેમ ન કરી કે તે ઘટના સ્થળે અથવા ઘટનાના દિવસે દિલ્હીમાં હાજર નહોતો.

બીજી તરફ નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા મેળવનારા આરોપી અક્ષય ઠાકુરની પત્ની પુનીતાએ પોતાના પતિને ફાંસીથી બચાવવા માટે કાયદાને ઢાલ બનાવી છે. પુનીતાએ એક ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી આપી છે. પુનીતાએ પોતાની અરજીમાં કહ્યું છે કે, તે અક્ષયની વિધવા બનીને રહેવા ઇચ્છતી નથી.

અક્ષયની પત્નીએ ઔરંગાબાદની એક ફેમિલી કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યું, તેના પતિને રેપના કેસમાં આરોપી ઠેરાવાયા છે અને તેમને ફાંસી અપાશે. જો કે, તે નિર્દોષ છે જેથી તે તેઓની વિધવા બનીને રહેવા ઇચ્છતી નથી.

અક્ષયની પત્નીના વકીલ મુકેશ સિંહે જણાવ્યું કે, મહિલાનેએ કાયદાકીય અધિકાર છે કે, તે હિન્દુ વિવાહ અધિનિયમ 13 (2) (II) હેઠળ કેટલાક ખાસ કેસમાં તલાકનો અધિકાર છે. જેમા રેપ પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે, જો રેપ કેસમાં કોઇ મહિલાના પતિને આરોપી ઠેરાવાય છે તો તે છૂટાછેડાની અરજી દાખલ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.