ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશમાંથી ગુજરાતી ભાષામાં શુભકામના!

author img

By

Published : Sep 17, 2019, 11:36 PM IST

ન્યુઝ ડેસ્કઃ દેશના લોક-લાડિલા અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો મંગળવારે જન્મદિવસ હતો, દેશના કદ્દાવર નેતાઓ અને બૉલીવૂડના સીતારાઓએ મોદીને તેમના જન્મ દિવસની શુભકામનાઓ આપી હતી. જ્યારે મોદીની ખ્યાતીને જોતા વિદેશના વડા પ્રધાનોએ પણ મોદીને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે આ શુભકામનાઓમાં એક વિદેશના વડા પ્રધાને મોદીને ગુજરાતી ભાષામાં પણ શુભકામના પાઠવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશમાંથી આવી ગુજરાતી ભાષામાં શુભકામના

મોદી મંગળવારે પોતાના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના પ્રવાસે હતા, તેમને સવારમાં કેવડીયા જઇને નમામિ દેવી નર્મદે મહોત્સની ઉજવણી કરી હતી અને માતા હીરાબા સાથે ભોજન લીધું હતું.

નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ ટ્વીટ ગુજરાતી ભાષામાં કરી હતી
નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ ટ્વીટ ગુજરાતી ભાષામાં કરી હતી
ડાપ્રધાન મોદીએ તેમનો આભાર વ્યક્ત નેપાળી ભાષામાં આપ્યો હતો
ડાપ્રધાન મોદીએ તેમનો આભાર વ્યક્ત નેપાળી ભાષામાં આપ્યો હતો

મોદીના જન્મદિવસ પર વિદેશના લોકો અને વિદેશી વડાપ્રધાનોએ પણ શુભકામનાઓ પાઠવી હતી, પણ જ્યારે નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ગુજરાતી ભાષામાં ટ્વીટ કર્યું હતું અને મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી જે બાદ વડાપ્રધાન મોદીએ તેમનો આભાર વ્યક્ત નેપાળી ભાષામાં આપ્યો હતો.

Intro:Body:

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિદેશમાંથી આવી ગુજરાતી ભાષામાં શુભકામના



ન્યુઝ ડેસ્કઃ દેશના લોક-લાડિલા અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ હતો, દેશના કદ્દાવર નેતાઓ અને બોલીવુડના સીતારાઓએ મોદીને તેમના જન્મ દિવસની શુભકામનાઓ આપી હતી. જ્યારે મોદીની ખ્યાતીને જોતા વિદેશના વડા પ્રધાનોએ પણ મોદીને સોશ્યલ મીડિયાના માધ્યમથી શુભકામનાઓ પાઠવી હતી. જ્યારે આ શુભકામનાઓમાં એક વિદેશના વડા પ્રધાને મોદીને ગુજરાતી ભાષામાં પણ શુભકામના પાઠવી હતી.



મોદી આજે પોતાના જન્મદિવસ નિમીત્તે ગુજરાતના પ્રવાસે હતા, તેમને સવારમાં કેવડીયા જઇને નમામી દેવી નર્મદે મહોત્સની ઉજવણી કરી હતી અને માતા હીરાબા સાથે ભોજન લીધુ હતુ. 



મોદીના જન્મદિવસ પર વિદેશના લોકો અને વિદેશી વડા પ્રધાનોએ પણ શુભકામનાઓ પાઠવી હતી, પણ જ્યારે નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીએ ટ્વીટ ગુજરાતી ભાષામાં કરી હતી અને મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી તો વડાપ્રધાન મોદીએ તેમનો આભાર વ્યક્ત નેપાળી ભાષામાં આપ્યો હતો.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.