ETV Bharat / bharat

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શરૂ કર્યા ઓનલાઇન કોર્સ, લોકડાઉનના સમયમાં પણ ચાલુ રહેશે તમારો અભ્યાસ

author img

By

Published : Mar 31, 2020, 9:24 PM IST

લોકડાઉનના સમયમાં તમે તમારા સમયનો ઉપયોગ નવા વિષયો શીખવામાં અથવા તમારી આવડતને વધુ ખીલવવા માટે કરી શકશો. ભારત સરકારના હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલયે લોકડાઉન દરમીયાન કેટલાક ઓનલાઈન કોર્સ શરૂ કર્યા છે. લોકડાઉન દરમીયાન તમારા સમયનો ઉપયોગ ઓનલાઇન લર્નીંગ માટે કરી શકો છો.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શરૂ કર્યા ઓનલાઇન કોર્સીસ
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શરૂ કર્યા ઓનલાઇન કોર્સીસ

માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ કોર્સની જાણકારી આપવામાં આવી છે.

‘સ્વયં’ એ એક એવો પ્રોગ્રામ છે જે ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તે એક્સેસ, ઇક્વીટી અને ક્વોલીટી જેવા શીક્ષણનીતિના ત્રણ મહત્વના સીદ્ધાંતો પર કામ કરે છે. ‘સ્વયં’ દ્વારા શરૂ કરવામાં આવેલા NPTEL પર જાઓ અને તમારા મનગમતા કોર્સને પસંદ કરો. જે વિદ્યાર્થીઓ અને અન્ય રસ ધરાવતા લોકોએ જાન્યુઆરી 2020 દરમીયાન આ કોર્સ શરૂ કર્યા છે તેમના માટે સારી વાત એ છે કે તેઓ હજુ પણ આ કોર્સને આગળ વધારી શકે છે. વધુ માહિતી માટે www.swayam.gov.in પર લોગઇન કરો.

‘સ્વયં પ્રભા’ એ 32 DTH ચેનલનું ગૃપ છે કે જે GSET-15 સેટેલાઇટના માધ્યમથી 24X7 હાઈ ક્વોલીટી એજ્યુકેશનલ પ્રોગ્રામ આપવા માટે બંધાયેલા છે. દરરોજ તેના પર ચાર કલાક તાજી સામગ્રી આપવામાં આવે છે અને પાંચ વાર આ સામગ્રીને રીપીટ કરવામાં આવે છે. વિદ્યાર્થિઓ પોતાની અનુકુળતાનો સમય પસંદ કરીને તેનો ઉપયોગ કરી શકે છે. આ ચેનલને BISAG, ગાંધીનગર દ્વારા અપલીંક કરવામાં આવે છે. તેમા આવતી સામગ્રી અને માહિતીને NPTEL, IITs, UGC, CEC, IGNOW, NCERT અને NIOS દ્વારા તૈયાર કરવામાં આવે છે.

ગ્રેજ્યુએટ અને અન્ડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ માટે લો, મેડીસીન, અને ઇન્જીનીયરીંગ જેવા વિષયોને આવરીને તેના પર માહિતી આપવામાં આવે છે. તેમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને લગતા કેટલાક વિષયોને પણ સાંકળવામાં આવે છે. ભારતમાં રહેતા અને ભારત બહાર રહેતા નાગરીકો માટે પણ સામગ્રી આપવામાં આવે છે. વધુ માહિતી માટે www.swayamprabha.gov.in પર લોગઇન કરો.

  • Students of classes VII -X, stay connected with your studies during #Lockdown21 with @cbseindia29's Creative and Critical Thinking (CCT) Weekly Practice Programme.
    Thought-provoking Creative And Critical Thinking Questions on Maths, Science, English and Hindi! pic.twitter.com/vqmvZHQ0GG

    — Ministry of HRD (@HRDMinistry) March 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શાળા અને કોલેજ બંન્નેના વિદ્યાર્થીઓ ‘નેશનલ ડીજીટલ લાઇબ્રેરી’નો ઉપયોગ કરી શકે છે. આ લાઇબ્રેરીમાંથી કોઈપણ એક વિષય કે સ્ત્રોતને આધાર બનાવીને માહિતી શોધી શકાય છે. www.ndl.iitkgp.ac.in પર વધુ માહિતી મળી ઉપલબ્ધ છે.

‘શોધગણ’ એ ભારતીય સંશોધન લેખોનો સમુદ્ર છે. તે ભારતીય ઇલેક્ટ્રોનીક થીસીસ અને નિબંધોનો ડીજીટલ ભંડાર છે જે દરેક માટે ખુલ્લો છે. વધુ માહિતી www.ssg.inflibnet.ac.in પર ઉપલબ્ધ છે.

‘ઈ-શોધબીંદુ’ એ UGC-INFONET Digital Library Consortium, NLIST અને INDEST-AICTE Consortium જેવા ત્રણ સમુહોના સહકારથી શરૂ કરાયેલી એક સાઇટ છે. ‘ઇ-શોધસીંધુ’ વર્તમાન તેમજ 15,000 જેટલી પુરાતન જર્નલ તેમજ ગ્રંથસુચી, કોટેશન અને હકીકતોને લગતા ડેટાબેઝની માહિતી પુરી પાડશે. આ માહિતી જુદા જુદા વિષયોના પબ્લીશર્સ અને અન્ય સંપાદકો દ્વારા તૈયાર કરાયેલી હશે. વધુ માહિતી માટે https://ess.inflibnet.ac.in/ પર લોગઇન કરો.

‘વિદ્વાન’એ ભારતના વૈજ્ઞાનિકો અને સંશોધનકારો તેમજ જુદી જુદી એકેડમીક ઇન્સ્ટીટ્યુટ્સ તેમજ રીસર્ચ અને ડેવલપમેન્ટ ના ક્ષેત્રમાં કામ કરતા લોકોની પ્રોફાઇલનો ડેટાબેઝ છે. ‘વિદ્વાન’ તેમના બેકગ્રાઉન્ડ, સરનામા અને કોન્ટેક્ટ, અનુભવ, તેમના સંશોધનો વીશે, તેમની આવડતો અને તેમની સફળતા વીશે માહિતી આપશે. વધુ માહિતી માટે લોગઇન કરો https://vidwan.inflibnet.ac.in.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ‘ઇ-પીજી પાઠશાલા’ જેવા કોર્સ તૈયાર કર્યા છે જેમાં 70 જેટલી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટ્રીમ્સ માટે જુદા જુદા સીલેબસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત UG/PG MOOCs પણ ઉપલબ્ધ છે જે SWAYAM UG અને PG કોર્સને સમાવે છે. આ E-content કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના વિદ્યાર્થીઓ માટે પણ ઉપલબ્ધ છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ટ્વીટ કરીને ધોરણ 7 થી 10ના વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાના અભ્યાસ સાથે સંપર્કમાં રહી શકે તેની માહિતી પણ આપી છે.

આ ઉપરાંત ‘ભારતવાણી’ જુદી જુદી ભાષાઓને સમજવામાં મદદરૂપ થાય છે. આ વીશેની વધુ માહિતી www.bharatavani.in પર ઉપલબ્ધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.