ETV Bharat / bharat

ગૃહ મંત્રાલય આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સ્થિતિની કરી રહ્યું છે સમીક્ષા

author img

By

Published : Oct 15, 2020, 2:02 PM IST

તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. વરસાદના કારણે બંને રાજ્યોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે. આ મામલાની ગંભીરતા જોતા બુધવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય ભારે વરસાદને ધ્યાનમાં લઈને તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે.

ગૃહ મંત્રાલય આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સ્થિતિનું કરી રહ્યું છે સમીક્ષા
ગૃહ મંત્રાલય આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સ્થિતિનું કરી રહ્યું છે સમીક્ષા

નવી દિલ્હીઃ તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. વરસાદના કારણે બંને રાજ્યોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે. આ મામલાની ગંભીરતા જોતા બુધવારે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય ભારે વરસાદને ધ્યાનમાં લઈને તેલંગાણા અને આંધ્ર પ્રદેશની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. મોદી સરકાર આવા સમયે બંને રાજ્યોના લોકોને તમામ પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. મારા વિચાર અને પ્રાર્થના અસરગ્રસ્તો સાથે છે.

છેલ્લા ત્રણ દિવસથી આવતા ભારે વરસાદે તેલંગાણા અને આંધ્રપ્રદેશના જનજીવન ઠપ્પ કરી દીધું છે અને અહીં પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે. બંને રાજ્યોના કેટલાક જિલ્લાઓ પાણીમાં ભરાઈ ગયા છે. આથી અત્યાર સુધી બંને રાજ્યોમાં 35 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. જ્યારે વરસાદના કારણે હૈદરાબાદ બેટમાં ફેરવાઈ ગયું છે. અત્ર તત્ર સર્વત્ર એટલે કે ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એનડીઆરએફ અને ભારતીય સેનાની ટીમ અહીં રેસ્ક્યૂ માટે પહોંચી છે.

  • MHA is closely monitoring the situation in Telangana and Andhra Pradesh in the wake of heavy rainfalls. Modi government is committed to provide all possible assistance to the people of both the states in this hour of need. My thoughts and prayers are with those affected.

    — Amit Shah (@AmitShah) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેલંગાણા અને આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાનથી વાતચીત કરી હતી. આ જાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી. વડાપ્રધાને કહ્યું, ભારે વરસાદથી પ્રભાવિત તેલંગાણા અને આંધ્રપ્રદેશની વર્તમાન સ્થિતિને લઈને મુખ્યપ્રધાન કેસીઆર અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી સાથે મેં વાત કરી હતી. બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્ર તરફથી તમામ સહાયતા મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું છે. મારી સંવેદના અસરગ્રસ્તો સાથે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અંગે કહ્યું કે, તેલંગાણાના રાજ્યપાલ તમિલસાઈ સુંદરરાજન અને મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ સાથે મેં વાત કરી છે. આ દરમિયાન હૈદરાબાદમાં સતત વરસાદ અને તેલંગાણાના કેટલાક હિસ્સાઓમાં જાનહાનિ અને તબાહી થઈ છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ સંકટના સમયે રાષ્ટ્ર તેલંગાણાના લોકો સાથે ઊભું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.