ETV Bharat / bharat

ભાજપનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું, કેન્દ્રીય નેતૃત્વ પર તમામ મદાર

author img

By

Published : Nov 7, 2019, 11:51 AM IST

Updated : Nov 7, 2019, 7:45 PM IST

maharashtra political tragedy

15:31 November 07

ભાજપનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું, કેન્દ્રીય નેતૃત્ત્વ પર તમામ મદાર

ભાજપ પ્રદેશ અધ્યક્ષની પત્રકાર પરિષદ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાને લગભગ એક પખવાડીયું વિતી ગયું છે. તેમ છતાં પણ હજુ રાજ્યમાં નવી સરકારનું નિર્માણ થતું નથી. જેને લઈ આજે ભાજપનું એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળવા પહોંચ્યું હતું. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કર્યા બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંન્દ્રકાંન્ત પાટિલે જણાવ્યું હતું કે, જનતાએ મહાગઠબંધનને જનાદેશ આપ્યો છે. રાજ્યપાલ સાથે કાનૂની વિકલ્પો અને રાજ્યની સ્થિતીને લઈ ચર્ચા થઈ છે. આગળ હવે કેન્દ્રીય નેતૃત્વ પર મદાર રહેશે.

14:18 November 07

શિવેસાનાએ ધારાસભ્યોને હોટલમાં શિફ્ટ કર્યા

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપ અને શિવસેના વચ્ચે હાલ ભારે રસાકસી ચાલી રહી છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના ધારાસભ્યો સાથે માતોશ્રીમાં બેઠક યોજી હતી. આ બેઠક બાદ ઠાકરેએ જણાવ્યું હતું કે, જે નક્કી થયું હતું તે પ્રમાણે જ થશે, તેનાથી વધારેની માગ નથી કરી. પણ જે નક્કી થયું હતું એતો મળવું જ જોઈએ. શિવસેના માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. બેઠક બાદ ધારાસભ્યોને રંગ શારદા હોટલમાં શિફ્ટ કરી દીધા છે.

12:55 November 07

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ મોહન ભાગવત સાથેની મુલાકાત પૂર્વે પ્રતિક્રિયા

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીએ મોહન ભાગવત સાથેની મુલાકાત પૂર્વે પ્રતિક્રિયા

12:25 November 07

શિવસેના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે પત્રકાર પરિષદને સંબોધી

સંજય રાઉત

12:25 November 07

BJP નેતા આજે રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ શિવસેના અને ભાજપ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.ભાજપના નેતાએ ગુરૂવારે રાજ્યપાલ ભગત સિંહ સાથે મુલાકાત કરશે. મુખ્યપ્રધાનના પદ્દ માટે શિવસેના અને ભાજપ વચ્ચે રસાકસી ચાલી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા તેને પણ 14 દિવસ વીતી ગયા છતાં, સરકાર રચવા પર કોઈપણ પ્રકારનું સમાધાન થતું દેખાતું નથી. સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે,પાર્ટી સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને ભાજપ દ્વારા કોઇ પણ પ્રસ્તાવ નથી મળ્યો. શિવસેનાએ પોતાના MLAની બેઠક પણ બોલાવી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. તો રાકાંપા એ સ્પષ્ટ કહ્યું છે કે,વિપક્ષમાં બેસવાને પ્રાથમિકતા આપશે.જણાવી દઇએ કે,વિધાનસભાનો કાર્યકાળ બે દિવસમાં પૂર્ણ થવાનો છે.મળતી માહીતી મુજબ MLAના શપથ માટે આવતા અઠવાઢિયામાં વિધાનસભાના ત્રણ દિવસ માટે એક વિશેષ સત્ર બોલાવામાં આવશે.તેમણે કહ્યું કે ભાજપ તથા શિવસેના આ પ્રશ્નને ટૂંક સમયમાં હલ કરી લે તેવી આશા છે.

11:40 November 07

શિવસેનાના ધારાસભ્યોની બેઠક, માતોશ્રી પહોંચવા લાગ્યા શિવસેનાના ધારાસભ્યો

મુંબઇ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ તથા શિવસેના વચ્ચે ધર્ષણ ચાલી રહ્યું છે.ત્યારે આ અંગે સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મુખ્યપ્રધાન તો શિવસેનાના જ હશે.તેમણે કહ્યું કે, જેના પાસે બહુમત હશે તે મજબુત સરકાર બનાવશે.

મળતી માહીતી મુજબ,તેમણે વધુમાં કહ્યું કે,MLAને ખરીદવાની કોશિશ તો હંમેશા થાય જ છે.આ બધુ ત્યારે થાય છે જ્યારે જેની પાસે સત્તા નથી હોતી.,જેમની પાસે રૂપિયા હોય છે તે લોકો આવી પરિસ્થિતીનો ફાયદો લે છે.

તેમણે કહ્યું કે,શિવસેના ક્યારે પણ આક્ષેપબાજી નથી કરતી.MLAને હોટલમાં લઇ જવાના સવાલ પર તેમણે કહ્યું કે,શિવસેનાના MLA પાર્ટીના વફાદાર છે.

Intro:Body:

મુખ્યપ્રધાન તો શિવસેનાના જ હશે: સંજય રાઉત

Conclusion:
Last Updated :Nov 7, 2019, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.