ETV Bharat / bharat

જીવન સામે અત્યંત જોખમી એવું હવાનું પ્રદૂષણ

author img

By

Published : Sep 7, 2020, 12:12 PM IST

સત્તાવાર આંકડા મુજબ ભારત એક એવો દેશ છે. જ્યા સતત વધતાં જતાં હવાના પ્રદુષણના કારણે દર વર્ષે 12 લાખ લોકોના મોત નિપજે છે. NCAP મનુષ્યોના જીવન સામે એક મોટા જોખમ બનેલા હવાના આ પ્રદુષણને દૂર કરવા કટિબદ્ધ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ અગાઉ 2017ના પ્રદુષણના સ્તર આધારિત 2024 સુધીમાં પ્રદુષણમાં 20 થી 30 ટકાનો ઘટાડો કરવાના પ્રોગ્રામના મૂળભૂત લક્ષ્યાંકને હાંસલ કરી લેવાની હાકલ કરી હતી.

જીવન સામે અત્યંત જોખમી એવું હવાનું પ્રદૂષણ
જીવન સામે અત્યંત જોખમી એવું હવાનું પ્રદૂષણ

જીવન સામે અત્યંત જોખમી એવું હવાનું પ્રદુષણ

સત્તાવાર આંકડા મુજબ ભારત એક એવો દેશ છે જ્યાં સતત વધતાં જતાં હવાના પ્રદુષણના કારણે દર વર્ષે 12 લાખ લોકોના મોત નિપજે છે. NCAP (નેશનલ ક્લિન એર પ્રોગ્રામ) મનુષ્યોના જીવન સામે એક મોટા જોખમ બનેલા હવાના આ પ્રદુષણને દૂર કરવા કટિબદ્ધ છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) પણ અગાઉ 2017ના પ્રદુષણના સ્તર આધારિત 2024 સુધીમાં પ્રદુષણમાં 20 થી 30 ટકાનો ઘટાડો કરવાના પ્રોગ્રામના મૂળભૂત લક્ષ્યાંકને હાંસલ કરી લેવાની હાકલ કરી હતી. NGT એ તાજેતરમાં જ કેન્દ્રિય પર્યાવરણ અને વન મંત્રાલયનાએ નિવેદનની આકરી ટીકા કરી હતી. જેમાં મંત્રાલયે કહ્યું હતું કે, જાહેર કરાયેલો લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ છે અને એક ચોક્કસ મર્યાદાથી વધુ પ્રમાણમાં પ્રદૂષણને અંકુશમાં રાખવું વ્યવહારૂ નથી.

હવાની ગુણવત્તાની બાબતમાં ભારત વિશ્વના 180 દેશોની યાદીમાં છેક તળિયે આવે છે. નવેમ્બર-2020 સુધીમાં દેશના 122 શહેરોમાં પ્રદૂષણ પર દેખરેખ રાખતાં કેન્દ્રો ઉભા કરી દેવાનો આદેશ કરનારા આ ટ્રિબ્યુનલે પ્રદૂષના આ કલંકને નાબૂદ કરવાના પોતાના પ્રયાસોના એક ભાગરૂપે આ ક્ષણથી આગામી છ મહિનામાં તમામ કાર્ય પૂણ થઇ જાય એમ ઇચ્છા વ્યક્ત કરી હતી. ટ્રિબ્યુનલએ જોઇને અધીરી બની ગઇ છે કે, ફક્ત 8 રાજ્યોના 46 શહેરોમાં જ આ દિશામાં કોઇ પહેલ શરૂ થઇ છે અને પશ્ચિમ બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સાના વધુ શહેરોએ ટ્રિબ્લુનલના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું છે.

એક વાતને સહેજપણ માફ કરી શકાય તેમ નથી કે સમયાંતરે ઉભી થતી જરૂરિયાતો મુજબ સુધારા કરવાને બદલે પ્રદૂષણને નિયંત્રણમાં લેવાની યોજના અંગે પર્યાવરણ વિભાગોમાં પ્રવર્તી રહેલા મતભેદોને વળી ઉચિત ઠરાવવામાં આવી રહ્યા છે. ટ્રિબ્યુનલનેએ વાતે ઘેરી નિરાશા ઉપજી છે કે, હાલ બંધારણના હાર્દના પરાજયને ઉચિત ઠરાવવામાં આવી રહ્યો છે. એવામાં સમય મર્યાદાને વધારી આપવામાં આવશે. તો પણ પરિસ્થિતિ સુધરે એવી કોઇ શક્યતા જણાતી નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કડક ચેતવણી આપી હતી કે જીવન સામે અત્યંત જોખમી બનેલા હવાના પ્રદૂષણને હવે વધુ સમય માટે સાંખી નહી લેવાય. તેમની આ ચેતવણી બાદ નીતિ આયોગે તરત જ પ્રદૂષને અંકુશમાં લેવા ઇમરજન્સી એક્શન પ્લાન તૈયાર કરી દીધો હતો. દેશમાં ત્રીજા ભાગ કરતાં વધુ સંખ્યાના શહેરો અને નગરો આપણને ગેસ ચેમ્બરની યાદ અપાવતા હોવા છતાં પસંદ કરાયેલા 122 શહેરોમાં કોઇ ચોક્કસ પ્લાનનો અમલ કેમ નથી થતો? પ્રદૂષણને અંકુશમાં લેવા જુદા જુદા શહેરોએ રજૂ કરેલી દરખાસ્તોને મંજૂરી આપનારા CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ) એ અમલીકરણની જવાબદારી રાજ્યોના પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ પર નાંખી દીધી હતી.

સમયાંતરે શહેરોમાંથી શું હાંસલ કરવું તે બાબતે કોઇ સ્પષ્ટતાના અભાવે, કોઇ કાનૂની અંકુશના અભાવે અને જુદા જુદા વિભાગોની ઘોર બેદરકરીના પગલે હાલની સમસ્યા વધુ ઘેરી બની ગઇ છે. આવા સંજોગોમાં ચોક્કસ સમય મર્યાદામાં કામ પૂરું કરી દેવાના NGTના આદેશનું શું મહત્વ રહી જાય છે? એક સમયે CAA (ક્લિન એર એક્ટ) નો અમલ શરૂ કરનારા અમેરિકા જુદા જુદા સમયે નિયમોમાં ફેરફાર કરે છે અને તેનો ભંગ કરનારા સામે આકરાં પગલાં લે છે. 1970 થી આજદિન સુધીમાં અમેરિકામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ સહિતના 6 વિવિધ ઝેરી વાયુઓ ઓકવાના પ્રમાણમાં 77 ટકાનો ઘટાડો નોંધાયો છે.

જેનું પાછળનું મુખ્ય કારણ સરકારની કટિબ્દ્ધતા છે. ઓસ્ટ્રિયા, કેનેડા, સિંગાપોર, ડેન્માર્ક અને ફ્રાન્સની જેમ ભારે પ્રદૂષણ ફેલાવતા વાહનો પર આકરો દંડ ઝીંકવાને બદલે અને ચીનના મોડેલ આધારિત જંગલોના સંરક્ષણ માટે અને વધુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો પર અંકુશ મૂકતી એક વિશેષ સિસ્ટમ દાખલ કરવાના બદલે ભારતમાં યોજનાઓનું અમલીકરણ ફક્ત દસ્તાવેજો પૂરતું સિમિત રહી ગયું છે અને જીવન જીવવાના બંધારણે આપેલા અધિકારનો ઘોર પરાજય થયો છે.

જો પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને શહેરની હવા ધકેલવામાં આવે, રહેણાંક વિસ્તારોને ઓફિસોની નજીક વિકસાવવામાં આવે અને પરિવહનની સુવિધાને વધુ વિસ્તારવામાં આવે તો ભારતમાં હવાની ગુણવત્તા અવશ્ય સુધરી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.