ETV Bharat / bharat

જમિયત ઉલેમા એ હિંદે ક્વોરેન્ટાઈન સેન્ટર બનાવવા માટે તૈયારી બતાવી

author img

By

Published : Mar 30, 2020, 9:12 PM IST

મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદે કોરોના સામેની લડાઈમાં પોતાના પરિસરોમાં 10 હજાર લોકો માટે આઈસોલેશન વોર્ડ બનાવવાની તૈયારી બતાવી છે.

ો
જમિયત ઉલેમા એ હિંદે ક્વોરોન્ટાઈન સેન્ટર બનાવવા માટે તૈયારી બતાવી

નવી દિલ્હીઃ મુસ્લિમોના સૌથી મોટા સંગઠનો પૈકીના એક જમિયત ઉલેમા એ હિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી તેમના પરિસરોનો ઉપયોગ આઈસોલેશન વોર્ડ બનાવવા માટે થાય તેવી તૈયારી બતાવી હતી. સંગઠનના મહાસચિવ મૌલાના મહમૂદ મદનીએ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, આ સંકટના સમયમાં દેશ એકજૂટ હોવાનું જણાવ્યુ હતું. સંગઠન દ્વારા જાહેર કરાયેલા અખબારી અહેવાલમાં ઉલ્લેખ હતો કે, તમામ વર્ગના સંયુક્ત સંઘર્ષ, સામુહિક પ્રયાસો વગર કોરોના સામેનું યુદ્વ નહીં જીતી શકાય. આ માટે જમિયત ઉલેમા એ હિંદ 10 હજાર લોકોનો સમાવેશ થાય તેવા આઈસોલેશન વોર્ડ બનાવવાની તેમજ અન્ય સેવાઓ આપવની ખાત્રી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.