ETV Bharat / bharat

અભિનંદનની પાકિસ્તાનમાં ધરપકડ કરનારા કમાન્ડોને ભારતીય સેનાએ માર્યો ઠાર

author img

By

Published : Aug 21, 2019, 3:46 AM IST

Updated : Aug 21, 2019, 5:08 AM IST

નવી દિલ્હી: વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું વિમાન પાકિસ્તાનમાં જ્યારે તુટી ગયું હતું અને તેઓ પેરાશુટની મદદથી ઉતર્યા ત્યારે પાકિસ્તાન સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના સુબેદાર અહેમદ ખાને તેમની ધરપકડ કરી હતી. પાકિસ્તાની કમાન્ડોનું નિયંત્રણ રેખા પર ભારતીય સુરક્ષા દળો દ્રારા કરવામાં આવેલા ગોળીબારમાં સુબેદાર અહેમદ ખાન ઠાર મરાયો છે.

Indian Army

મળતી માહિતી મુજબ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપનો સુબેદાર અહેમદ ખાનને નિયંત્રણ રેખાના નાકિયલા સેક્ટરમાં 17 ઓગસ્ટના રોજ ઠાર મરાયો હતો. જ્યારે તેને ઠાર મરાયો ત્યારે તે ભારતમાં ઘુસણખોરોને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં અભિનંદનને જ્યારે પકડી લેવામાં આવ્યો હતો ત્યારે જે તસવીરો સામે આવી હતી તેમાં દાઢીવાળો સૈનિક ખાન ભારતીય પાયલટ અભિનંદનની પાછળ ઉભેલો જોવા મળે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહેમદ ખાન નૌશેરા,સુંદરબની અને પલ્લનવાલા સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરાવતો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પણ ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં ખાન મદદ કરતો હતો.

Intro:Body:

અભિનંદનની પાકિસ્તાનમાં ધરપકડ કરનારા કમાન્ડોને ભારતીય સેનાએ માર્યો ઠાર

નવી દિલ્હી: વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનનું વિમાન પાકિસ્તાનમાં જ્યારે તુટી ગયું હતું અને તેઓ પેરાશુટની મદદથી ઉતર્યા ત્યારે પાકિસ્તાન સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના સુબેદાર અહેમદ ખાને તેમની ધરપકડ કરી હતી. પાકિસ્તાની કમાન્ડોનું નિયંત્રણ રેખા પર ભારતીય સુરક્ષા દળો દ્રારા કરવામાં આવેલા ગોળીબારમાં સુબેદાર અહેમદ ખાન ઠાર મરાયો છે. 

મળતી માહિતી મુજબ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપનો સુબેદાર અહેમદ ખાનને નિયંત્રણ રેખાના નાકિયલા સેક્ટરમાં 17 ઓગસ્ટના રોજ ઠાર મરાયો હતો. જ્યારે તેને ઠાર મરાયો ત્યારે તે ભારતમાં ઘુસણખોરોને પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં અભિનંદનને જ્યારે પકડી લેવામાં આવ્યો હતો ત્યારે જે તસવીરો સામે આવી હતી તેમાં દાઢીવાળા સૈનિક તરીકે ખાનને ભારતીય પાયલટ અભિનંદનની પાછળ ઉભેલો જોવા મળે છે. 

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અહેમદ ખાન નૌશેરા,સુંદરબની અને પલ્લનવાલા સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયત્ન કરાવતો હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને પણ ભારતીય સીમામાં પ્રવેશ કરવામાં ખાન મદદ કરતો હતો. 

Conclusion:
Last Updated : Aug 21, 2019, 5:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.