ETV Bharat / bharat

પોષણ અભિયાનઃ ભંડોળની ઉપયોગીતાનો અભાવ અને નિષ્ઠાહીનતાથી અમલીકરણ પર અસર

author img

By

Published : Nov 15, 2019, 10:44 AM IST

ન્યૂઝ ડેસ્કઃ સરકારી યોજનાઓના અમલમાં સૌથી સામાન્ય સમસ્યા જો કોઈ હોય તો તે છે ભંડોળનો અભાવ. પૂરતાં નાણાં છે પરંતુ અમલ કરનાર અધિકારીઓ દ્વારા ભંડોળ નહીં વપરાવાને તેમની બેદરકારી જ માનવી જોઈએ. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તાજેતરમાં સંબંધિત રાજ્યોને ‘પોષણ અભિયાન’ નામની કેન્દ્ર સરકારની યોજનાનો અમલ યુદ્ધના ધોરણે કરવા અને ભંડોળનો પૂરી હદ સુધી ઉપયોગ કરવા અનુરોધ કર્યો તે પછી આ વિવાદનો વિષય બની ગયો છે.

પોષણ અભિયાનઃ ભંડોળની ઉપયોગીતાનો અભાવ અને નિષ્ઠાહીનતા અમલીકરણ માટે ફટકારૂપ

કલ્યાણ યોજનાના ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવામાં રાજ્યો પાછળ ચાલી રહ્યાં છે જે પરિસ્થિતિ પ્રત્યે બેદરકારી બતાવે છે, તે મુદ્દે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ તેમની ફરિયાદ વ્યક્ત કરી હતી. પોષણ અભિયાનનો અમલ માત્ર નામ ખાતર થઈ રહ્યો છે અને પશ્ચિમ બંગાળ, હરિયાણા, પંજાબ, કેરળ, ઓડિશા અને ગોવા જેવાં રાજ્યો ઘણાં પાછળ છે. કેન્દ્રએ અત્યાર સુધીમાં રૂ. ૩,૭૬૯ કરોડ ફાળવ્યાં છે, પરંતુ માત્ર રૂ. ૧,૦૫૮ કરોડ (૩૩) ટકા જ વપરાયા છે. યોજનાની પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ગોવામાં તો શરૂઆત પણ નથી કરાઈ. કર્ણાટક અને પંજાબનાં રાજ્યોમાં માત્ર એક ટકા ભંડોળ જ વપરાયું છે. હરિયાણા અને કેરળ રાજ્યોમાં પણ ભંડોળના વપરાશની ટકાવારી ૧૦ જ છે.

કેન્દ્ર સાથે ગંભીર મતભેદો ધરાવતી પશ્ચિમ બંગાળની તૃણમૂળ કૉંગ્રેસ સરકારે આ યોજનાની વિચારણા પણ નથી કરી. રાજ્ય પ્રધાન શ્રી સાસી પાંજાએ આ યોજનાનો અમલ નહીં કરવાનું કારણ સમજાવતાં કહ્યું કે રાજ્યની પોષણ યોજના કેન્દ્રની યોજના કરતા વધુ સર્વગ્રાહી છે. આવી જ સ્થિતિ ભાજપ શાસિત ગોવા રાજ્યમાં પણ પ્રવર્તે છે. ગોવા સરકારના સંબંધિત અધિકારી દીપાલી નાયકે યોજનાનો અમલ અને ઉણપના મુખ્ય કારણ તરીકે જરૂરી મેદાની કર્મચારીગણનો અભાવ ગણાવ્યો છે. અધિકારીએ સમજાવ્યું કે ભંડોળ ઓછામાં ઓછું વાપરીને સ્માર્ટ ફૉન અને સાધનો પ્રાપ્ત કરવામાં વિલંબ કારણભૂત છે.
પંજાબમાં અન્ય રાજ્યો કરતાં સ્થિતિ કંઈક સારી છે. અનેક સર્વેક્ષણોમાં એ સ્પષ્ટ થયું છે કે યોજનાની વર્તમાન ગતિ ચોક્કસ જ પાછળ રહી જશે. આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલ ‘લાન્સેટ’ના સર્વેક્ષણમાં ચેતવણી અપાઈ છે કે જો ઓછો વિકાસ, જન્મ સમયે ઓછું વજન, મહિલાઓ અને બાળકોમાં લોહીની ઉણપ જેવી ઉણપોને નિયંત્રિત કરવામાં પ્રગતિ નહીં કરે તો ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં પોષણ અભિયાનનું લક્ષ્ય પ્રાપ્ત કદાચ નહીં કરી શકે. ભારતીય મેડિકલ સંશોધન પરિષદે આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. છ વર્ષમાં શિશુ, સગર્ભા અને દૂધ પીતાં બાળકોના પોષણ દરજ્જાને સીધા કે આડકતરા અસર કરતા કાર્યક્રમો મોટી સંખ્યામાં હોવા છતાં તમામ રાજ્યોમાં પૂરતા પોષણ પૂરવઠા સંબંધિત સમસ્યાઓ વિકરાળ બની રહી છે.

પોષણ અભિયાન કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૧૮માં આ યોજનાઓ વચ્ચે સામંજસ્ય સાધવા માટે કરાઈ હતી. તે અનેક ખાતાંઓ વચ્ચે એકીકૃત પાયા પર ચલાવવાની હતી. મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોની સેવાઓનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં કુપોષણની સમસ્યાને નાબૂદ કરવાનો હતો. નીતિ આયોગે આ યોજનાની મદદથી વિકાસની ખાધ બે ટકા સુધી, ઊંચાઈમાં ઘટાડો બે ટકા સુધી, શિશુ, મહિલાઓ અને તરુણોમાં લોહીની ઉણપ ત્રણ ટકા સુધી અને જન્મ સમયે ઓછા વજનને બે ટકા સુધી ઘટાડવા તમામ રાજ્યો માટે લક્ષ્ય રાખ્યું હતું. જ્યારે નીતિ આયોગે ૨૮ આકાંક્ષી જિલ્લાઓમાં સર્વેક્ષણ કર્યું ત્યારે તેમને આંચકાજનક પરિણામો મળ્યાં હતાં કે ૭૮ ટકા સગર્ભા અને દૂધ પાતી મહિલાઓની આંગણવાડીમાં નોંધણી કરાઈ હતી અને માત્ર ૪૬ ટકા મહિલાઓને જ પૌષ્ટિક ખોરાક મળતો હતો.

વડાપ્રધાનની માતૃ વંદના યોજના હેઠળ, ખોરાકની ચીજો ૨૫ દિવસ અપાવી જોઈએ પરંતુ ખરેખર તો તેમને લક્ષ્યના માત્ર અડધા દિવસ માટે જ અપાતી હતી. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય વર્ષ ૨૦૨૧ સુધીમાં આંગણવાડી કેન્દ્રોનું ડિજિટલાઇઝ કરવાનો છે. તેમણે સ્માર્ટ ફૉનના ઉપયોગ વડે પોષણ અભિયાનના અમલની વાસ્તવિક સ્થિતિ જાણવા પણ યોજના બનાવી છે. લાભાર્થીઓની માહિતી સતત નોંધાઈ રહી છે ત્યારે આંકડાઓ બતાવે છે કે ૨૬ રાજ્યોમાં ૨૮૫ જિલ્લાઓમાં માત્ર ૪,૮૪,૯૦૧ આંગણવાડીઓને જ ડિજિટલ ટૅક્નૉલૉજીની સુવિધા હતી. દેશમાં ૧૪ લાખ આંગણવાડી કેન્દ્રો પૈકી માત્ર ૨૭.૬ ટકા કેન્દ્રોને જ સ્માર્ટ ફૉન મળ્યા હતા અને ૩૫ કેન્દ્રોને ઊંચાઈ માપક યંત્રો, વિકાસ ગણતરી કરતાં યંત્રો અને વજન યંત્રો મળ્યાં હતાં. લગભગ ૬.૨૮ લાખ સ્માર્ટ ફૉન આંગણવાડી કેન્દ્રો માટે પ્રાપ્ત કરાઈ રહ્યા છે અને વધુ ૪.૯૫ લાખ ઉમેરવા માગે છે. પશ્ચિમ બંગાળ, પંજાબ, ઓડિશાએ હજુ સુધી સ્માર્ટ ફૉન પ્રાપ્ત કરવા પરવા પણ નથી કરી.

નીતિ આયોગે જાણ્યું છે કે માતાઓ અને બાળકોના આરોગ્યની માહિતી પણ યોગ્ય રીતે નોંધાઈ નથી રહી, સ્માર્ટ ફૉનનો પૂરતો ઉપયોગ નથી કરાઈ રહ્યો અને વાસ્તવિક પરિસ્થિતિઓ પર નોંધાયેલી માહિતીની ચોકસાઈની ખરાઈ પણ હજુ નથી કરાઈ. પોષણ અભિયાનમાં ૧૪ લાખ બનાવટી લાભાર્થીઓ તેણે શોધી કાઢ્યાં છે તેવા કેન્દ્ર સરકારના તપાસ પરિણામના આધારે આ ટીપ્પણીઓ વિચારણામાં લેવી જોઈએ. નીતિ આયોગે અનેક મહિલા અને બાળ કલ્યાણ કાર્યક્રમોના અમલમાં અપરૂતા સ્ટાફનો મુદ્દો પણ ધ્યાને મૂક્યો હતો. પરિયોજના નિયામકો અને મહિલા નિરીક્ષકોના પદો માટે ૨૫ ટકા જગ્યાઓ ખાલી છે. માતૃ વંદના યોજના જેવી કલ્યાણકારી યોજનામાં રાજ્ય અને જિલ્લા સ્તરે વધુ જગ્યાઓ ખાલી છે.

આપણે વાસ્તવિક હકીકતોને વિચારણામાં લેવી જોઈએ અને આપણી જાતને પ્રશ્ન કરવો જોઈએ કે “આ તમામ ઉણપો સાથે આ યોજનાનો અમલ સફળતાપૂર્વક કઈ રીતે કરી શકાય? પહેલાં તો ભંડોળ નહીં વાપરવાના મુદ્દાને હલ કરવો જરૂરી છે કારણકે સરકાર હકીકતો અને સ્થિતિ જાણે છે. આ અંગે લોકોની જાગૃતિ વધારવી જોઈએ. “જો આપણે આ બરાબર કરી શકીએ તો આપણે યોગ્ય વ્યક્તિઓને પૌષ્ટિક આહાર આપવાની વ્યવસ્થાની સુરક્ષા કરી શકીશું. જો આપણે સમયની અંદર લક્ષ્ય પ્રાપ્ત નહીં કરીએ તો આપણે પોષણ અભિયાનના અમલની ગતિ વધારવી જોઈશે. એ બરાબર નોંધવું જોઈએ કે કુપોષિક ભાવિ પેઢી વડે આપણએ મજબૂત રાષ્ટ્ર નહીં બનાવી શકીએ.”

લેખક- શ્રીનિવાસ દરેગોની

Intro:Body:

પોષણ અભિયાનઃ ભંડોળની ઉપયોગીતાનો અભાવ અને નિષ્ઠાહીનતા અમલીકરણ માટે ફટકારૂપ


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.