ETV Bharat / bharat

IIT મદ્રાસે વિકસાવી સ્માર્ટ ડસ્ટબિન સિસ્ટમ, આ રીતે કામ કરશે

author img

By

Published : Apr 27, 2020, 7:15 PM IST

IIT Madras-incubated Startup Develops Smart Bin System to prevent COVID-19 Spread
IIT મદ્રાસે વિકસાવી સ્માર્ટ ડસ્ટબિન સિસ્ટમ, આ રીતે કામ કરશે

કોરોનાના પ્રસારને રોકવા માટે આઈઆઈટી મદ્રાસના સમર્થનથી સ્પેસ વેસ્ટ વેન્ચર્સની એક સ્માર્ટ બિન સિસ્ટમ વિકસાવી છે. જેનો ઉપયોગ હોસ્પિટલો, જાહેર સ્થળો અને સંસર્ગનિષેધ વિસ્તારોમાં થશે. સંપૂર્ણ સમાચાર વાંચો...

ચેન્નાઈ: કોરોનાના પ્રસારને રોકવા માટે આઈઆઈટી મદ્રાસના સમર્થનથી સ્પેસ વેસ્ટ વેન્ચર્સની એક સ્માર્ટ બિન સિસ્ટમ વિકસાવી છે. જેનો ઉપયોગ હોસ્પિટલો, જાહેર સ્થળો અને સંસર્ગનિષેધ વિસ્તારોમાં થશે.

આ 'એરબિન' આઇઓટી સિસ્ટમ દ્વારા કચરાના સંગ્રહનો સ્તરો દૂરસ્થ દેખરેખ માટે કરવામાં આવશે. આ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ડસ્ટબિનન ઓવરફ્લો થતા પહેલા સાફ કરવામાં મદદ કરશે. આ નવીન ઉત્પાદન લગભગ પાંચ મહિનામાં બજારમાં આવશે.

IIT Madras-incubated Startup Develops Smart Bin System to prevent COVID-19 Spread
IIT મદ્રાસે વિકસાવી સ્માર્ટ ડસ્ટબિન સિસ્ટમ, આ રીતે કામ કરશે

આ અંગે સ્પેસ વેસ્ટ વેન્ચર્સ પ્રા.લિ.ના સ્થાપક મહેશ શાહે જણાવ્યું હતું કે, રિમોટથી વેસ્ટ કચરાના લેવલનું મોનિટરિંગ, સ્માર્ટ પીકઅપ વ્યવસ્થા, હાઇજીનિંગ ટીમ માટ સેફ્ટી પ્રદાન કરશે. આ સાથે નાગરિકોને સ્વચ્છતાની પદ્ધતિઓ પર શિક્ષિત પણ કરશે. આ આગામી મહિનાઓમાં આ ઉદ્યોગનું સ્થાન લેશે.

IIT Madras-incubated Startup Develops Smart Bin System to prevent COVID-19 Spread
IIT મદ્રાસે વિકસાવી સ્માર્ટ ડસ્ટબિન સિસ્ટમ, આ રીતે કામ કરશે

વધુમાં આઈઆઈટી મદ્રાસના સીઇઓ તમસ્વતિ ઘોષે કહ્યું કે, અમને અમારા સ્ટાર્ટઅપ પર ખૂબ જ ગર્વ છે. અમે N95 માસ્ક, વેન્ટિલેટર, સસ્તી પરીક્ષણ કિટ્સ જેવી વસ્તુઓ પર સતત કામ કરી રહ્યાં છીએ. જેનો કોરોના સામેની લડતમાં ઉપયોગ થાય છે.

IIT મદ્રાસે વિકસાવી સ્માર્ટ ડસ્ટબિન સિસ્ટમ, આ રીતે કામ કરશે

નોંધનીય છે કે, ભારતમાં ઉત્પન્ન થતા કચરામાંથી માત્ર 28 ટકા જ રિસાયકલ કરવામાં આવે છે. વિવિધ અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે, દેશમાં પેદા થતો કચરો દર પાંચ વર્ષે બમણો થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.