ETV Bharat / bharat

દિલ્હીના 2079 પોલીસ જવાનો થયા કોરોનાનો શિકાર, 10ના મૃત્યું

author img

By

Published : Jul 1, 2020, 11:24 PM IST

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ માટે વધુને વધુ ઘાતક બની રહ્યું છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં 2079 પોલીસ જવાનો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જ્યારે 10 ના મૃત્યુ થયા છે. મંગળવારે પીસીઆરમાં તૈનાત વધુ એક કોન્સ્ટેબલનું કોરોનાને પગલે નિધન થયું હતું.

દિલ્હીના 2079 પોલીસ જવાનો થયા કોરોનાનો શિકાર, 10ના મોત
દિલ્હીના 2079 પોલીસ જવાનો થયા કોરોનાનો શિકાર, 10ના મોત

નવી દિલ્હીઃ ગત 29 મે ના રોજ દિલ્હી પોલીસના એક હવલદાર ભીર સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના નિધન સાથે હવે 10 પોલીસ જવાનો કોરોનાને કારણે મોતને ભેટ્યા છે.

દિલ્હીમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ જવાનો ઝડપથી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. અત્યાર સુધી દિલ્હીમાં 2079 પોલીસ જવાનો કોરોનાથી સંક્રમિત થયા છે.

47 વર્ષીય હવાલદાર ભીર સિંહ દિલ્હી પોલીસની પીસીઆર વાનમાં ડ્યુટી પર તૈનાત હતા. તેમણે 29 મે એ તેમનો કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે તેમની તબિયત બગડતાં પરિવારજનો તેમને લેડી હર્ડિંગ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું.

દિલ્હી પોલીસના 2 હજારથી વધુ જવાનો કોરોનાથી સંક્રમિત છે ત્યારે બીજી તરફ એક હજાર જેટલા જવાનો સ્વસ્થ પણ થયા છે. તેમ છતાં આ કોરોના વોરિયર્સના માથે તોળાઈ રહેલું કોરોનાનું જોખમ ચિંતાનો વિષય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.