ETV Bharat / bharat

કોરોના સામેની લડાઇમાં રક્ષા ક્ષેત્રોની ભૂમિકા પર રક્ષા સચિવનની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત

author img

By

Published : Apr 21, 2020, 11:27 AM IST

કોરોના મહામારી સામે લડવા માટે સમગ્ર દેશ એકજૂટ થઇને તેનો સામનો કરી રહ્યો છે. ભારતીય સેના પણ તેમાં પાછળ રહી નથી. સેનાની દરેક પાંખ આ લડાઇમાં પોતાની વિશેષ ભૂમિકા ભજવી રહી છે. ભલે પછી તે માસ્ક બનાવવાની વાત હોય કે, વેન્ટિલેટર અથવા સેનિટાઇઝરની. આ મુદ્દે ઇટીવી ભારતે ભારતના રક્ષા સચિવ ડૉ. અજય કુમાર સાથે વાતચીત કરી હતી.

Etv Bharat, Gujarati News, Covid 19, Ajay Kumar
Dr. Ajay Kumar

નવી દિલ્હીઃ કોરોનાને લઇને સમગ્ર દુનિયા એક અભૂતપુર્વ સંકટનો સામનો કરી રહી છે. આ લડાઇમાં ભારતીય સેના પણ પાછી પડી નથી. સોમવારે ઇટીવી ભારત માટે એક વિશેષ સાક્ષાત્કારમાં ભારતના રક્ષા સચિવ ડૉ. અજય કુમારે વિસ્તારથી આ અંગે વાત કરી હતી.

  • India, with the right blend of the physical and the virtual can emerge as the global nerve centre of complex modern multinational supply chains in the post COVID-19 world. Let us rise to that occasion and seize this opportunity: PM @narendramodi

    — PMO India (@PMOIndia) April 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ડૉ. કુમારે કહ્યું કે, રક્ષા મંત્રાલના વિભિન્ન સંગઠનો આ મહામારીન સામે લડવા માટે સરકારના પ્રયાસોનું સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ત્રણેય સેનાઓ આમાં સૌથી આગળ છે. સશસ્ત્ર બળ ચિકિત્સા સેવા આપવા માટે સર્વોતમ ભુમિકા નિભાવી રહ્યા છે. તે પછી શંકાસ્પદોને આઇસોલેટ કરવાની વાત હોય કે ક્વોરન્ટાઇન કરવાની. હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડની વ્યવ્થા કરવાની વાત હોય કે પછી અન્ય સુવિધાઓ પુરી પાડવાની.

રક્ષા સચિવે કહ્યું કે, DRDO કેટલીય નવીનતમ ટેક્નિક્સ અને સમાધાનોની સાથે આવ્યા છે. તેનું તેજીથી નિર્માણ થઇ રહ્યું છે. આ ઉપયોગકર્તાઓ માટે ઉપલબ્ધ છે. ઑર્ડિનેન્સ ફેક્ટરી બોર્ડ, ભારત ઇલેક્ટ્રિક્સ લિમિટેડ અને અન્ય રક્ષા સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ પણ પોતાના વિનિર્માણ સુવિધાઓને પરિવર્તિત કરી રહી છે, તેથી માસ્ક, પીપીઇ અને વેન્ટિલેટર અને સેનિટાઇઝર તથા કોવિડ 19 સંબંધિત આવશ્યક્તાઓનું ઉત્પાદન વધારી શકાય.

તેમણે કહ્યું કે, તે માસ્ક ઉપરાંત NCC અને સેનાના રિટાયર સર્વિસમેન સ્વેત્છાએ સેવા કરવા માટે આગળ આવ્યા છે. હું નિશ્ચિંતતાની સાથે કંઇ કહી શકું નહીં, પરંતુ આ મહામારી સામે આપણી લડાઇ શરુ છે અને બધા મળીને તેની સામે જરુરથી જીત હાંસિલ કરીશું.

ચિકિત્સા ઉપકરણો, વિશેષ રુપે વેન્ટિલેટર (જીવન રક્ષક ઉપકરણ) ને હાંસલ કરવા માટે દુનિયાના દેશો વચ્ચે રેસ લાગી છે. ભારત પણ આ અછતનો સામનો કરી રહ્યો છે. અહીં પણ રક્ષા વિભાગ મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહ્યો છે. ડૉ. કુમારે કહ્યું કે, BELના ઉત્પાદન માટે 30,000 વેન્ટિલેટરનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તેની ક્ષમતા વધી રહી છે. જૂન 2020 સુધીમાં તેમની પાસે પ્રતિદિન 500 વેન્ટિલેટર આપવાની ક્ષમતા હશે. 500 વેન્ટિલેટરનું એક દિવસનું ઉત્પાદન એક મહીનામાં 15,000 ટૂકડા સુધી કામ કરવાનું છે.

રક્ષા સચિવે જણાવ્યું કે, આ રીતે માસ્ક અને સેનિટાઇઝર માટે OFB દ્વારા આદેશ મળ્યા છે. આ સંગઠનોએ કોવિડ 19થી સંબંધિત આવશ્યક્તાઓના નિર્માણ માટે જે સમાયોજન કર્યું છે, તે પ્રશંસાને પાત્ર છે.

મિલિટ્રીની પ્રમુખ તાકત અવિલંબ પરિવહન અને તાત્કાલિક ઢાંચા બનાવવાનું પણ છે. તેથી તેનો ઉપયોગ કરવામાં આવી શકે. તમે સ્ટોર કરી શકો છો. અથવા ફરીથી ખાદ્યન્ન અને જરુરી વસ્તુઓની આપૂર્તિ શ્રૃંખલા બનાવીને રાખી શકાય છે.

તેના પર રશ્રા સચિવે વધુમાં જણાવ્યું કે, રક્ષા મંત્રાલ પોતાની આપુર્તિ શ્રૃંખલાના વિઘટનથી ઉત્પન મુશ્કેલીઓને ઓછી કરવા માટે ઉદ્યોગોને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમે ઉદ્યોગ જગતના નેતાઓની સાથે તેમની ચિંતાઓને દૂર કરવા માટે વિચાર-વિમર્શ કર્યા છે.

રક્ષા સચિવે એમ પણ જણાવ્યું હતું કે, અમે આ વાર્તાને આગળ વધારીશું અને તે મુશ્કેલીઓને ઓછી કરવા માટે પગલા ભરીશું, જે કોવિડ 19ના કારણે ઉદ્યોગમાં થઇ શકે છે.

ડૉ. અજયે કહ્યું કે, કોવિડ 19 સ્વદેશી આપૂર્તિ શ્રૃંખલા વિકસિત કરવાનો અવસર આપે છે. કેટલીય કંપનીઓ સ્થાનાપન્ન ઘટકો/ વસ્તુઓની સાથે આગળ આવી છે, જે આયોજીત વસ્તુઓની જગ્યા લઇ શકે છે અને લાંબા સમયની સાથે સાથે ઉપયોગથી ખૂબ જ લાભ થઇ શકે છે. તેને પ્રોત્સાહિત પણ કરવું જોઇએ.

રસપ્રદ વાત એ છે કે, રવિવારે, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે, કોવિડ 19ના પ્રકોપને આપૂર્તિ શ્રૃંખલાના મુદ્દે ભારતને એક અવસર આપ્યો છે. PMએ ટ્વીટ કર્યું કે, ભારત ભૌતિક અને આભાસીનું સરખા મિશ્રણની સાથે, કોવિડ 19 દુનિયામાં જટિલ આધુનિક બહુ રાષ્ટ્રીય આપૂર્તિ શ્રૃંખલાઓના વૈશ્વિક તંત્રિકા કેન્દ્રના રુપે ઉભરી શકે છે. આવો આ અવસરને મેળવવાનો લાભ લઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.