ETV Bharat / bharat

કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ન કરશો!

author img

By

Published : Apr 30, 2020, 6:42 PM IST

લોકડાઉન દરમિયાન કોઇ કામ નહીં. બહાર જવાની પણ કોઇ તક નથી મળતી. ઘરે નવરા બેઠા રહેવું ગમતું નથી. બાળકો અને મોટેરાં કેરમ બોર્ડ, ચેસ અને પોકર જેવી ઇનડોર ગેમ્સ કે પછી બેડમિન્ટન જેવા આઉટડોર સ્પોર્ટ્સ રમીને સમય પસાર કરી રહ્યાં છે. પોલીસ જણાવે છે કે, લોકોએ આ રમતો રમતી વખતે, ખાસ કરીને પાડોશીઓ સાથે રમતી વખતે સતર્ક રહેવું જોઇએ. વાસ્તવમાં, પોલીસ લોકોને કોઇપણ પ્રકારની રમતો રમવા સામે ચેતવી રહી છે.

coronavirusindia
કોરોનાને હળવાશથી લેવાની ભૂલ ન કરશો!

હૈદરાબાદઃ તાજેતરમાં જ, સૂર્યાપેટાની એક મહિલાએ બોર્ડ ગેમ રમવા દરમિયાન 31 લોકોને કોરોનાનો ચેપ લગાડ્યો હતો. બીજા એક કિસ્સામાં એક લોરી ડ્રાઇવર સાથે પોકર રમનારા ઘણાં લોકો વાઇરસનો ભોગ બન્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ સ્થિતિમાં, પોલીસ ચાર કરતાં વધુ પ્લેયર હોય તેવી કોઇપણ ગેમ ન રમવાની સલાહ આપે છે. કોરોના વાઇરસ ધરાવનારો કોઇ એક પ્લેયર બોર્ડ, કેરમના કોઇન કે પોકર કાર્ડ થકી અન્ય પ્લેયર્સને વાઇરસથી સંક્રમિત કરે છે. આ જ બાબત આઉટડોર ગેમ માટે પણ લાગુ પડે છે. એક જ પરિવારના લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને ઇનડોર ગેમ્સ રમી શકે છે, પરંતુ પાડોશીઓ સાથે રમવું જોખમી નીવડી શકે છે.

પોલીસ રહેણાંક કોમ્પ્લેક્સ તથા એપાર્ટમેન્ટ્સના આગેવાનોને આ પ્રકારના એકત્રીકરણ સામે રહેલાં જોખમો વિશે સમજૂતી આપી રહી છે. રચાકોંડાના કમિશનર ઓફ પોલીસ મહેશ ભાગવતે જણાવ્યું હતું કે, આવી ગ્રૂપ ગેમ્સ અને આઉટડોર સ્પોર્ટ્સ મોટું જોખમ સર્જે છે. આવી પ્રવૃત્તિઓથી ચેપ ફેલાશે અને વધુને વધુ લોકો સંક્રમિત થશે. તેમણે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગને વધુ ગંભીરતાથી લેવાનો અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.