દિલ્હીના ગોલ્ડન ટિપ્સ ચા કંપનીના જનરલ મેનેજરના પરિવારે આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મળતી માહિત પ્રમાણે ભરત પોતાની પત્ની અને બાળકો સાથે સપ્ટેમ્બર 2019માં ભારતમાં સ્થાયી હતી. પરિવારમાં પત્ની અને દીકરી અને 30 વર્ષીય નાના ભાઈ સાથે રહેતાં હતા. તેમનો નાનો ભાઈ કાર્તિક જેપી પવેલિયન કોર્ટ સેક્ટર 128ના ટાવર નંબર 701માં રહેતો હતો.
ભરતે પોતાની ઓફિસમાંથી નીકળ્યા બાદ જવાહરલાર નેહરૂ મેટ્રો સ્ટેશન નવી દિલ્હી પહોંચીને મેટ્રોની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. દિલ્હી પોલીસે ભરતનો મૃતદેહ રામમનોહર લોહિયા હૉસ્પિટલમાં મોકલ્યો હતો. આ ઘટનાની જાણ થયા બાદ ભરતના નાનો ભાઈ કાર્તિક અને પત્ની શિવરંજની હૉસ્પિટલ પહોંચ્યા હતાં. ત્યારબાદ સાંજે 7 કલાકે ઘરે પહોંચીને શિવરંજનીએ પોતાની દીકરી સાથે પંખે લટકીને મોતને વ્હાલું કર્યું હતું.
ઘટનાનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પરિવાર કોઈ તણાવ હોવાની વાત સામે આવી છે. પોલીસે મા-દીકરીના મૃતદેહને પોસમાર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, હજુ સુધી આત્મહત્યા ચોક્કસ કારણ સામે આવ્યું નથી.