ETV Bharat / bharat

દિલ્હી હિંસા: ફાયરિંગમાં ઘાયલ થયેલા પીડિતોને દસ દિવસમાં વળતર આપવા હાઈકોર્ટનો આદેશ

author img

By

Published : Jul 11, 2020, 10:15 PM IST

હિંસામાં ગોળી લાગવાથી ઘાયલ થયેલા પીડિતોને દસ દિવસમાં વળતર આપવાના આદેશ
હિંસામાં ગોળી લાગવાથી ઘાયલ થયેલા પીડિતોને દસ દિવસમાં વળતર આપવાના આદેશ

જસ્ટિસ પ્રતિભા સિંહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી બાદ દિલ્હી સરકારને સમયસર વળતર આપવા આદેશ કર્યો હતો. દિલ્હી સરકારની સહાયતા યોજના અંતર્ગત પ્રતિ ઘર દીઠ 25 હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે અને ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિતોને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

નવી દિલ્હી: જસ્ટિસ પ્રતિભા સિંહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી બાદ દિલ્હી સરકારને સમયસર વળતર આપવા આદેશ કર્યો હતો. દિલ્હી સરકારની સહાયતા યોજના અંતર્ગત પ્રતિ ઘર દીઠ 25 હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે અને ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિતોને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટને દિલ્હી સરકારનો આદેશ છે કે, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં ફાયરિંગમાં ઘાયલ થયેલા પીડિતોને દસ દિવસની અંદર વળતર આપવામાં આવે.

સુનાવણી દરમિયાન અરજદારે જણાવ્યું કે, દિલ્હીમાં હિંસા દરમિયાન શાન મહમ્મદ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને પગમાં ગોળી વાગી હતી. તેમની સારવાર શાસ્ત્રીપાર્કની જગપ્રવેશ હોસ્પિટલમાં કરવામાં આવી હતી. વકીલે કોર્ટમાં જણાવ્યું કે, રિપોર્ટ 3 વખત કોર્ટમાં આપવામાં આવ્યો હતો. દિલ્હી સરકારની સહાયતા યોજના હેઠળ પ્રતિ ઘર દીઠ 25 હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.