ETV Bharat / bharat

હૈદરાબાદમાં સાયન્ટની ડ્રોન આધારિત ટેકનોલોજી પોલીસ માટે મદદરુપ

author img

By

Published : Apr 3, 2020, 10:26 PM IST

એન્જીનિયરિંગ અને ટેકનોલોજી સોલ્યુશન્સ ક્ષેત્રની વૈશ્વિક કંપની સાયન્ટ હૈદરાબાદમાં લોકડાઉનનો અમલ કરવામાં તેલંગણા પોલીસને મદદરૂપ થવા માટે તેમને ડ્રોન આધારિત સર્વિલન્સ ટેકનોલોજી પૂરી પાડી રહી છે.

હૈદરાબાદમાં સાયન્ટની ડ્રોન
હૈદરાબાદમાં સાયન્ટની ડ્રોન

સાઇબરાબાદ પોલીસે કરેલી ટ્વીટ મુજબ, આ ટેકનોલોજીને કારણે પોલીસ લોકડાઉન સંબંધિત જાહેરાતો કરી શકે છે તથા શહેરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે તેમની ટુકડીઓ તૈનાત કરવાની વ્યવસ્થાનું આયોજન કરી શકે છે.

સર્વિલન્સ કેમેરા, થર્મલ ઇમેજિંગ પેલોડ્ઝ અને પબ્લિક એનાઉન્સમેન્ટ માટે સ્કાય સ્પિકરથી સજ્જ સાયન્ટની ડ્રોન આધારિત એરિયલ ઇન્સ્પેક્શન ક્ષમતા મહામારીનો વ્યાપ અંકુશમાં લાવવા માટે પોલીસની ક્ષમતા સકારાત્મક રીતે વધારી રહી છે.

રિયલ ટાઇમના ધોરણે પરિસ્થિતિ અંગે માહિતી પૂરી પાડીને આ ટેકનોલોજી પોલીસને આકાર પામી રહેલી ગતિવિધિનું વ્યવસ્થાપન કરવા માટે સંસાધનો ઝડપથી તૈનાત કરવા માટે તથા સમજૂતી મેળવવા માટેનાં સાધનો પૂરાં પાડે છે.

સાઇબર પોલીસે ટ્વીટમાં જણાવ્યું હતું કે, "કોવિડ-૧૯નો પ્રસાર અટકાવવા માટે સાયન્ટ સાથે એક મોટું જોડાણ કરવામાં આવ્યું છે. તેમની ડ્રોન આધારિત સર્વિલન્સ સુવિધા અમારી ટીમને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ કરવામાં મદદરૂપ બને છે. ડ્રોનનાં વિઝ્યુઅલ્સ સંવેદનશીલ વિસ્તારોમાં ટીમોને મોકલવાના સાચા નિર્ણયો લેવામાં ઉપયોગી નીવડે છે."

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.