ETV Bharat / bharat

ઝારખંડના બરહેટ પોલીસ મથકના પ્રભારી હરીશ પાઠકનો યુવતીને માર મારવાનો વીડિયો વાઇરલ

author img

By

Published : Jul 29, 2020, 4:01 PM IST

ઝારખંડના સાહિબગંજના બરહેટ પોલીસ મથકના પ્રભારી હરીશ પાઠકનો યુવતીને માર મારવી અને દુર્વ્યવહાર કરવાનો વીડિયો વાઇરલ થયો હતો. જે બાદ ડીજીપી એમવી રાવે એક ટ્વિટમાં આદેશ આપ્ય છે કે, યુવતી પર હુમલો કરવાના કેસમાં હરીશ પાઠક વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે અને આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. આ કેસને ધ્યાનમાં લેતા મુખ્યપ્રધાન હેમંત સોરેને પણ આખા કેસનો રિપોર્ટ માંગ્યો છે.

બરહેટ પોલીસ મથકના પ્રભારી હરીશ પાઠક
બરહેટ પોલીસ મથકના પ્રભારી હરીશ પાઠક

સાહિબગંજ: સોમવારે એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં મુખ્યપ્રધાનના વિધાનસભા મત વિસ્તારના પોલીસ પ્રભારી હરીશ પાઠક એક છોકરીને માર મારતા અને તેની સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. આ કેસ એક પ્રેમ પ્રકરણનો છે.વીડિયો વાઇરલ થતા જ સીએમ હેમંત સોરેને ડીજીપીને તપાસ કરવા અને રિપોર્ટ આપવા માટે જણાવ્યું હતું. તો આ સાથે જ આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.

બરહેટ પોલીસ મથકના પ્રભારી હરીશ પાઠક
બરહેટ પોલીસ મથકના પ્રભારી હરીશ પાઠક

ડીએસપીની આગેવાનીવાળી ચાર સભ્યોની ટીમે બંને તરફથી નિવેદન સાંભળ્યું હતું અને અહેવાલ યોગ્ય હોવાનું જણાયું હતું. જે બાદ ડીજીપીને ઇમેઇલ દ્વારા રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. જે પછી ડીજીપીએ ફરી એકવાર ટ્વિટર પર લખ્યું, પોલીસ પ્રબારીને દોષી જાહેર કરવામાં આવ્યો છે. ડીજીપી દ્વારા બનેલી સમિતિએ આદેશ આપવામાં આવ્યો હતો કે, બરહેટ પોલીસ મથકમાં જ SHO વિરુદ્ધ ગુનાહિત કેસ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે તે કેસનો પરિણામ 24 કલાકની આપવો પડશે.

ડીજીપીએ પોતાની ટ્વિટમાં એમ પણ કહ્યું હતું કે, ઝારખંડ પોલીસ મહિલાઓના ગૌરવને જાળવી રાખવા કટિબદ્ધ છે અને મહિલાઓ સામેના કોઈપણ દુર્વ્યવહાર અથવા ગુનાહિત કૃત્યને સહન નહીં કરે. જે પણ મહિલાઓને હેરાન કરે છે, પછી ભલે તે પોલીસ અધિકારી હોય તેના પર કડક કાર્યવાહી કરવી પડશે.આરોપી હરીશ પાઠકની કારકિર્દી આગાઉથી જ વિવાદિત રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.