ETV Bharat / bharat

Covid-19: રાહુલ ગાંધીએ કહ્યું- કોરોના મહામારી પડકાર સાથે અવસર

author img

By

Published : Apr 18, 2020, 10:53 AM IST

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાઇરસ મહામારી એક મોટો પડકાર છે, પરંતુ આ એક અવસર પણ છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Rahul Gandhi
covid19-pandemic-is-an-opportunity-says-rahul-gandhi

નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો ફેલાવો અટકવાનું નામ લઇ રહ્યો નથી, એવામાં દેશમાં પણ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, કોરોના વાઇરસ મહામારી એક મોટો પડકાર છે, પરંતુ આ એક અવસર પણ છે.

શનિવારે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, આપણે સંકટના સમયે નવીન સમાધાનો પર કામ કરવા માટે વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ડેટા વિશેષજ્ઞો પોતાના પ્રયાસોના વિશાળ પુલને વધારવાની જરુર છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Rahul Gandhi
રાહુલ ગાંધીનું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કોરોના વાઇરસ અંગે રાહુલ ગાંધી ટ્વીટ કરીને પોતાની વાત રજૂ કરી છે. એક ટ્વીટમાં તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોરોના સામેની લડતમાં દેશવ્યાપી લાદવામાં આવેલા લૉકડાઉન એક માત્ર ઉપાય નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.