ETV Bharat / bharat

કોવિડ-19 – સંદીપ રાનડેનું 'ના કોરોના કરો' ગીત થયું વાઇરલ

author img

By

Published : Apr 4, 2020, 8:13 PM IST

મહારાષ્ટ્રમાં પૂણેના વતની એવા હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક સંદીપ રાનડેએ તાજેતરમાં લોકોને કોરોનાવાઇરસને પગલે ઘરની અંદર રહેવાની અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની વિનંતી કરતો એક પીસ રજૂ કર્યો હતો. ‘ના કોરોના કરો’ ગીત વાઇરલ થયું છે અને સેલિબ્રિટીઝ પણ વિવિધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ પર આ ગીતની પ્રશંસા કરી રહી છે.

કોવિડ-19 – સંદીપ રાનડેનું 'ના કોરોના કરો' ગીત થયું વાઇરલ
કોવિડ-19 – સંદીપ રાનડેનું 'ના કોરોના કરો' ગીત થયું વાઇરલ

"મેં કોરોનાવાઇરસની મહામારી દરમિયાન કેવી રીતે સલામત રહેવું અને અમારી ભૂમિકા ભજવવી તે અંગે આ ગીત બનાવ્યું હતું," તેમ રાનડેએ જણાવ્યું હતું.

વિવિધ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ પર સેલિબ્રિટીઝ આ ગીતની પ્રશંસા કરી રહી છે. ઓસ્કર વિજેતા સંગીતકાર એ આર રહેમાને આ ગીતનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

શુભા મુદગલ તથા અન્ય ઘણા કલાકારોએ રાનડેના પ્રયત્નોને બિરદાવ્યા હતા. જુદા જુદા સોશ્યલ મિડિયા વપરાશકર્તાઓ તેના વિશે વાત કરી રહ્યા છે.

“ના કોરોના કરો” ગીતના સર્જક રાનડે શાસ્ત્રીય ગાયક, સોફ્ટવેર એન્જિનીયર, કમ્પોઝર, શિક્ષક, નાદસાધનાના સર્જક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.