ETV Bharat / bharat

ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 63 લાખને પાર, નવા કેસ 86,821

author img

By

Published : Oct 1, 2020, 1:00 PM IST

COVID-19
ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 63 લાખને પાર

દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 63 લાખને પાર થઇ ગઇ છે. તેમજ કુલ 98,678 દર્દીઓનાં કોરાનાથી મોત નીપજ્યાં છે.

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 63 લાખને પાર થઇ ગઇ છે. જોકે, સંક્રમણમાં સતત વધારાની સાથે સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 86,821 નવા કેસ સામે આવ્યા છે. તેમજ કોરોનાથી 1,181 લોકોના મોત થયાં છે. આંકડા અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની કુલ સંખ્યા 63,12,585 થઇ ગઇ છે.

કોરોના વાઇરસના એક્ટિવ કેસની સંખ્યા 9,40,705 છે. અત્યાર સુધીમાં, કુલ 52,73,202 લોકોએ આ વાઇરસને માત આપી છે. તેમજ દેશમાં કુલ 98,678 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

COVID-19 LIVE: With spike of 86,821 cases, India's COVID-19 tally crosses 63-lakh mark
ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 63 લાખને પાર, નવા કેસ 86,821

સંક્રમિત ટોચના પાંચ રાજ્યો

રાજ્યકુલ આંકડા
મહારાષ્ટ્ર13,84,446
આંધ્રપ્રદેશ 6,93,484
કર્ણાટક 6,01,767
તમિલનાડુ5,97,602
ઉત્તર પ્રદેશ 3,99,082

સૌથી વધુ મોત સાથેના પાંચ રાજ્યો

રાજ્ય મોત
મહારાષ્ટ્ર36,662
તમિલનાડુ 9,520
કર્ણાટક 8,864
આંધ્રપ્રદેશ5,828
ઉત્તર પ્રદેશ5,784
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.