ETV Bharat / bharat

દેશમાં કોરોનાઃ 24 કલાકમાં 4,213 નવા કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 67 હજારને પાર

author img

By

Published : May 11, 2020, 11:01 AM IST

ETV BHARAT
દેશમાં કોરોનાઃ 24 કલાકમાં 4,213 નવા કેસ, કુલ સંક્રમિતોની સંખ્યા 67 હજારને પાર

દેશમાં કોરોના વાઇરસના કારણે મરનારા લોકોની સંખ્યા 2,206 થઇ છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા વધીને 67,152 થઇ છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ મુજબ ગત24 કલાકમાં 4,213 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાયલે પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, દેશમાં 44,029 લોકો હજૂ પણ કોરોનાની ઝપેટમાં છે. જેની સારવાર ચાલી રહી છે, જ્યારે 20,917 લોકો સ્વસ્થ થઇ ગયા છે. જેમાંથી 1 વ્યક્તિ તો વિદેશ પણ ચાલ્યો ગયો છે.

ETV BHARAT
રાજ્ય પ્રમાણે આંકડો

કોરોનાને કારણે મરનારો લોકોની સંખ્યા

મૃતકોમાં સૌથી વધુ 779 લોકોનાં મોત મહારાષ્ટ્રમાં થયાં છે. ગુજરાતમાં 472, મધ્ય પ્રદેશમાં 215, પશ્ચિમ બંગાળમાં 171, રાજસ્થાનમાં 106, ઉત્તર પ્રદેશમાં 74, દિલ્હીમાં 73 અને આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં 44-44 લોકોનાં મોત થયા છે.

પંજાબમાં મૃતકોની સંખ્યા 31 અને કર્ણાટક અને તેલંગણામાં 30-30 છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણા બન્નેમાં કોવિડ-19ના કારણે 9-9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે બિહારમાં 5 અને કેરલમાં 4 લોકોનો જીવ કોરોનાને કારણે ગયો છે.

ઝારખંડમાં કોવિડ-19થી 3 લોકોના મોત થયા છે. ઓડિશા, ચંદીગઢ, આસામ અને હિમાચલ પ્રદેશમાં 2-2 લોકોનાં મોત થયા છે.

મંત્રાલયના આંકડા મુજબ મેઘાલય અને ઉત્તરાખંડમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે.

સંક્રમિતોની સંખ્યા

આરોગ્ય મંત્રાયલ મુજબ સવાર સુઘી દેશમાં સૌથી વધુ 20,228 કેસ મહારાષ્ટ્રમાં છે. ત્યારાબાદ ગુજરાતમાં 7,796, દિલ્હીમાં 6,542, તમિલનાડુમાં 6,535, રાજસ્થાનમાં 3,708, મધ્ય પ્રદેશમાં 3,616 અને ઉત્તર પ્રદેશમાં 3,373 કેસ છે.

આંધ્ર પ્રદેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 1,930, પશ્ચિમ બંગાળમાં 1,786 અને પંજાબમાં 1,762 થયા છે.

તેલંગણામાં આ કેસ વધીને 1,163, જમ્મુ-કાશ્મીરમાં 836, કર્ણાટકમાં 794, હરિયાણામાં 675 અને બિહારમાં 629 થયા છે.

કેરલમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 505 કેસ જ્યારે ઓડિશામાં 294 કેસ સામે આવ્યા છે. ચંદીગઢમાં વાઇરસના 169 અને ઝારખંડમાં 156 લોકો સંક્રમિત છે.

હિમાચલ પ્રદેશમાં 50 અને લદ્દાખમાં અત્યાર સુધી 42 કેસ સામે આવ્યા છે.

અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કોવિડ-19ના 33 કેસ છે.

મેઘાલયમાં સંક્રમણના 13, પોંડીચેરીમાં 9, જ્યારે ગોવામાં 7 કેસ છે.

મણિપુરમાં કોવિડ-19ના 2, જ્યારે મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ અને દાદરા એન્ડ નગર હવેલીથી 1-1 કેસ સામે આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.