ETV Bharat / bharat

ઝારખંડ: CM સ્ટાફના 17 લોકો કોરોના સંક્રમિત, મુખ્યપ્રધાને ફરીવાર કરાવ્યો ટેસ્ટ

author img

By

Published : Aug 4, 2020, 6:30 PM IST

મુખ્ય પ્રધાન હેમંત સોરેનના સ્ટાફના 17 લોકો કોરોના સંક્રમિત
મુખ્ય પ્રધાન હેમંત સોરેનના સ્ટાફના 17 લોકો કોરોના સંક્રમિત

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનની આસપાસ રહેનાર 17 લોકોમાં કોરોના વાઇરસના લક્ષણ મળી આવ્યા છે. જે બાદ મુખ્યપ્રધાને ફરીથી કોરોના ટેસ્ટ કરવ્યો હતો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગની ટીમે રાજધાની રાંચીના ડેપ્યુટી કમિશ્નર અને સિવિલ સર્જનની હાજરીમાં મુખ્યપ્રધાની પત્ની કલ્પના સોરેનનો સ્વૈબ કલેક્ટ કર્યો હતો. 90થી વધુ લોકોની યાદી બનાવવામાં આવી છે, તેમનો સ્વૈબ લેવામાં આવી રહ્યો છે. તેમાંથી કેટલાક મુખ્યપ્રધાનના નિવાસસ્થાને કામ કરતા કર્મચારી છે અને કેટલાક રાજ્ય સચિવાલય પ્રોજેક્ટ બિલ્ડિંગમાં કરનારા લોકો છે.

રાંચી : 2 ઓગસ્ટના રોજ, મુખ્યપ્રધાનના નિવાસમાં કામ કરનાર 17 કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.તેમાં કૂક, ડ્રાઇવર અને અન્ય શામેલ છે. 31 જુલાઈએ, CMO સાથે સંકળાયેલા બે લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જે બાદ સંપર્ક ટ્રેસિંગના આધારે અન્ય લોકોની તપાસ કરવામાં આવી હતી. જે બાદ સોરેને મંગળવારે કોવિડ -19 નું ટેસ્ટ કરાવ્યું હતું.જ્યારે આ અગાઉ 11 જુલાઈએ મુખ્યપ્રધાને તેમની પત્ની કલ્પના સોરેન સાથે કોવિડ -19 નું ટેસ્ટ કરાવ્યું હતું. જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રાજ્યના પીવાના પાણી અને સ્વચ્છતા પ્રધાન મિથિલેશ ઠાકુર અને ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ ધારાસભ્ય મથુરા મહતો કોરોના સંક્રમિત મળ્યા હતા.બંને નેતાઓ મુખ્યપ્રધાન સોરેનને મળ્યા હતા. જે પછી, 8 જુલાઈના રોજ, સોરેને પોતાને તેમના ઘરેથી અલગ રાખ્યો હતો. તે દરમિયાન મુખ્યપ્રધાનના નિવાસમાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ હતી. બાદમાં, 11 જુલાઇએ, તેમણે પ્રથમ વખત કોવિડ -19 પરીક્ષણ કર્યું હતું અને રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

રાજ્ય સચિવાલય પ્રોજેક્ટ બિલ્ડિંગ સહિત નજીકની એફએફપી બિલ્ડિંગમાં પણ કોરોના ચેપ ફેલાયો છે. એફએફપી બિલ્ડિંગમાં પોસ્ટ કરાયેલા અર્બન ડેવલપમેન્ટ વિભાગના જવાનોને કોરોના ચેપ લાગ્યો હોવાની માહીતી મળી હતી. અત્યાર સુધી રાજ્યમાં મિથિલેશ ઠાકુર અને ધારાસભ્ય મથુરા મહતો ઉપરાંત ભાજપના ધારાસભ્ય સી.પી.સિંઘ અને ધારાસભ્ય લોમ્બોદર મહાતોને કોરોનાનો ચેપ લાગ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13600 થી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, 4700 થી વધુ લોકો સ્વસ્થ્ય થયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.