ETV Bharat / bharat

NCP-શિવસેના-કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, 162 ધારાસભ્યોની 'મહા પરેડ'

author img

By

Published : Nov 25, 2019, 7:18 PM IST

Updated : Nov 25, 2019, 9:32 PM IST

મુંબઇ: મુંબઈના ગ્રાન્ડ હયાત હોટલમાં કોંગ્રેસ, શિવસેના અને NCPના 162 ધારાસભ્યોની મહા પરેડ ચાલી રહી છે. ત્રણેય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હોટલમાં હાજર છે.

ETV Bharat

શિવસેના, NCP અને કોંગ્રેસ નેતાઓની હાજરીમાં 162 ધારાસભ્યોએ એટજુટતાના શપલ લીધા. ધારાસભ્યોને ભાજપને સમર્થન ન કરવા શપથ લેવડાવવામાં આવ્યા.

ધારાસભ્યોએ શપથ લીધા

શિવસેના, NCP અને કોંગ્રેસે પોતાના 162 ધારાસભ્યોની પરેડ ગ્રાન્ડ હયાત હોટલમાં કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા મલિક્કાર્જૂન ખડગે પણ ગ્રાન્ડ હયાતમાં હાજર રહ્યાં.

આ ઉપરાંત શિવસેનાના ધારાસભ્યોને એક બસમાં હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા.

આ આગાઉ શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યપાલ પોતે હોટલ આવીને અમારા 162 ધારાસભ્યોને જોઇ લે.

સંજય રાઉત ટ્વિટ
સંજય રાઉત ટ્વિટ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવા માટે શિવસેના, કોંગ્રેસ અને NCPની અરજી પર મંગળવારના રોજ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

આ આગાઉ સંજય રાઉતે ટ્વીટ કરી કહ્યું હતું કે, અમે બધા એક છીએ અને એક સાથે રહીશું. અમારા 162 ધારાસભ્યો પ્રથમ વખત ગ્રાન્ડ હયાત હોટલમાં સાંજે 7 વાગ્યે મળશે. રાજ્યપાલ પોતે આવે અને અમારા તમામ ધારાસભ્યોને જોઇ લે.

આના એક દિવસ અગાઉ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટેની શિવસેના અને કોંગ્રેસની સંયુક્ત અરજી પર સુનવણી કરી અને આ મુદ્દાનો ચુકાદો મંગળવારે આપવાનું કહ્યું.

ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ દેવેન્દ્ર ફડણવીસે મુખ્યપ્રધાનના શપથ લીધા હતા. અજીત પવારે નાયબ મુખ્યપ્રધાનના શપથ લીધા હતા. જે બાદ કોંગ્રેસ,એનસીપી અને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttarakhand/bharat/bharat-news/congress-ncp-mla-parade-at-7pm-in-grand-hyatt-in-mumbai/na20191125175520698



महा घमासान : शिवसेना, कांग्रेस व एनसीपी के 162 विधायक शाम सात बजे करेंगे परेड


Conclusion:
Last Updated :Nov 25, 2019, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.