ETV Bharat / bharat

દિલ્હીની લેડી ઇરવિન કોલેજમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા સોલાર પેનલનું ઉદ્ઘાટન

author img

By

Published : Oct 14, 2020, 5:57 PM IST

દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી લેડી ઇરવિન કોલેજમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા સોલાર પેનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Arvind
Arvind


નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટી સાથે જોડાયેલી લેડી ઇરવિન કોલેજમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા સોલાર પેનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે સૌર ઉર્જાનો ઉપયોગ આંદોલન તરીકે કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમનો પ્રયાસ છે કે દિલ્હીને સોલાર કેપિટલ તરીકે ઓળખવામાં આવે જેથી પ્રદૂષણનું સ્તર ઘટાડી શકાય. આ દરમિયાન તેમણે કહ્યું કે દિલ્હીના બે થર્મલ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાને આ પહેલની કરી સરાહના
લેડી ઈરવીન કોલેજમાં સોલાર પેનલ નું ઉદ્ઘાટન કરવા પહોંચેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કોલેજ ની આ પહેલની સરાહના કરી હતી તેમણે જણાવ્યું હતું કે વધતા પ્રદુષણને અટકાવવા જરૂરી પગલા લેવા આવશ્યક છે એવામાં થર્મલ એનર્જી ના વિકલ્પ તરીકે સૌર ઊર્જાને અપનાવી એ એક મહત્વનું પગલું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે થર્મલ પાવર પ્લાન્ટથી પ્રદૂષણ ફેલાય છે જ્યારે હૈડ્રોએલેક્ટરીસિટી પ્લાન્ટ મા વધારે જમીનની જરૂર પડે છે પરંતુ સોલર પ્લાન્ટ એક સ્વસ્થ ઉપાય છે, જેનાથી સૌર ઉર્જાનો પ્રયોગ કરી વીજળી મેળવી શકાય છે.

દિલ્હીને સોલાર કેપિટલ બનાવવાનું સપનું

મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે સોલાર એનર્જી ના પ્રયોગ ને એક આંદોલનની જેમ ફેલાવવું છે. દરેક સામાન્ય શેરીઓ વિસ્તારોથી લઈ સરકારી કાર્યાલયો સ્કૂલ-કોલેજો અને મોટી મોટી ઓફિસમાં સોલાર પેનલ લગાવવું છે જેથી વધુમાં વધુ સૌર ઊર્જાનો ઉપયોગ થઈ શકે અને થર્મલ પાવર નો ઉપયોગ ઓછો કરવો પડે. તેમણે ઉમેર્યું કે તેમનું સપનું છે કે દિલ્હીને સોલાર કેપિટલ તરીકે ઓળખવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.