ETV Bharat / bharat

ફાધર્સ ડે: કહેવાય છે માતા સંતાનનો અરીસો હોય છે, જ્યારે પપ્પા એનો પડછાયો..!

author img

By

Published : Jun 16, 2019, 9:29 AM IST

વિશ્વભરમાં વર્લ્ડ ફાધર્સ ડેની કરાશે ઉજવણી

ન્યુઝ ડેસ્ક: માતા સંતાનનો અરીસો કહેવાય છે, જ્યારે પિતા એનો પડછાયો..! આ વાસ્તવિકતા છે. જે ઘણા ઓછા લોકો સમજી શકે. નાના બાળકોને જ્યારે પણ પૂછવામાં આવે કે, તું મોટો થઇને શું બનીશ ? તો તેનો પહેલો જવાબ હોય. "હું મોટો થઇને પપ્પા જેવો બનીશ." દરેક બાળક માટે એના પિતા એના માર્ગદર્શક સાથે એક મિત્ર અને રક્ષક હોય છે. પગમાં ઠેસ વાગે ત્યારે ભલે માનો ચિસ્કાર નીકળતો પણ દવા તો પપ્પા જ કરાવવા લઇ જાય છે. આમ, બાળકના જીવનમાં મા-બાપ એ એવા અમૂલ્ય પ્રેમનો ખજાનો છે જેને પામવા ભગવાન પણ મનુષ્યનો અવતાર લેવો પડે છે.

રવિવારે વિશ્વભરમાં 'ફાધર્સ ડે' ની ઊજવણી કરવામાં આવશે. આમ તો પિતા માટે કોઇ ખાસ દિવસની જરૂર નથી. પરંતુ આજના દિવસે પિતાના યોગદાનને સમજવા અને સન્માન આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં આ દિવસની ઊજવણી કરવામાં આવે છે. જેથી પિતાના મહત્વને લોકો સારી રીતે સમજે, જાણે અને તેમની સખ્તાઇની પાછળ રહેલી લાગણીને અનુભવી શકે.

વિશ્વભરમાં વર્લ્ડ ફાધર્સ ડેની કરાશે ઉજવણી
વિશ્વભરમાં વર્લ્ડ ફાધર્સ ડેની કરાશે ઉજવણી

પિતા હંમેશા પોતાની ખુશી બાજુ પર મૂકી બાળકોની જવાબદારી ખૂબ સારી રીતે અદા કરે છે. પિતા પોતાના પરિવાર વિશે પહેલા વિચારે પછી પોતાના વિશે. પિતાનું કામ સ્ટેજ પાછળના કલાકરા જેવું હોય છે.જેના મહત્વ અને મહેનત વિશે લોકો અજાણ રહે છે. સામાન્ય રીતે લોકોને નાટકમાં સ્ટેજ પર કામ કરતા કલાકારનું મહત્વ તેમજ મહેનત દેખાતી હોય છે. જ્યારે વાસ્તવમાં સ્ટેજ પાછળ કામ કરતા લોકોનું મહત્વ હકીકતમાં વધારે હોય છે. તેવી જ રીતે આપણા જીવનમાં પિતાનું મહત્વ કંઇક એવી જ રીતે રહેલું છે કે, પડદા પાછળનો કલાકાર તરીકે.

પિતાની ફટકાર પાછળ પણ તેમની ચિંતા અને પ્રેમ છુપાયેલા હોય છે. જે ઘણા ઓછા બાળકો સમજી શકતા હોય છે. બાળકોની હંમેશા ફરિયાદ રહે છે કે, પિતા એમને સમજતા નથી. મા પોતાનો પ્રેમ સહેલાઇથી બાળકો સામે દર્શાવે છે. જ્યારે પિતા પોતાની ફરજ થકી પ્રેમ વ્યક્ત કરે છે. જે કોઇને સમજાતું નથી. પણ આ એક દિવસ છે, જેમાં બાળકો પિતાને તેમના અખૂટ પ્રેમ સામે પોતાની લાગણી વ્યક્ત કરે છે.

father day
વિશ્વભરમાં વર્લ્ડ ફાધર્સ ડેની કરાશે ઉજવણી

પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પિતા હંમેશા પોતાની જરૂરિયાતને નજરઅંદાજ કરે છે. બાળકોની નાનામાં નાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે પિતા સતત મંથતા રહે છે. બાળક માટે એવું તે શું કરું ? જેથી તેના ચહેરા પર ખુશી રહે. હમેશાં આ વિચાર સાથે બાળકો માટે પોતાના સપના મારી પિતા જીવતા હોય છે. બદલામાં બાળક પાસેથી માત્ર પ્રેમ જ ઝંખે છે.

આમ તો, આ મધર્સ ડે, ફાધર્સ ડે જેવા દિવસોની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિના છે. જેની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે. પિતા પ્રત્યેની લાગણી દર્શાવવા માટે કોઇ નિશ્ચિત દિવસ કે સમયની જરૂર હોતી નથી. પણ કોઇ તક મળે તો જતી ના કરવી જોઇએ. પછી ભલે એ ફાધર્સ ડેના રૂપમાં કેમ ના હોય.

Intro:Body:

કહેવાય છે કે માતા એ તેના સંતાન નો અરીસો હોય છે ,જ્યારે પપ્પા એનો પડછાયો ..!





આજે સમગ્ર વિશ્વભરમાં ફાધર્સ ડેની ઊજવણી કરવામાં આવશે. આમ તો પિતા માટે કોઇ ખાસ દિવસની જરૂર નથી. આજના દિવસે પિતાના યોગદાનને સમજવા અને સન્માન આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વ આ દિવસની ઊજવણી કરશે. એક પિતા શું હોય છે... તે બાબતને તમામ લોકો સારી રીતે સમજે છે. પિતા હમેંશા પોતાની ખુશી બાજુ પર મુકી બાળકોની જવાબદારી ખુબ સારી રીતે અદા કરે છે. પિતા પોતાની સંપૂર્ણ જિંદગી પોતાના પહેલા તેમના પરિવારને સમર્પિત કરતા હોય છે.



સામાન્ય રીતે લોકોને નાટકમાં સ્ટેજ પર કામ કરતા કલાકારનું મહત્વ તેમજ મહેનત દેખાતી હોય છે. જ્યારે વાસ્તવમાં સ્ટેજ પાછળ કામ કરતા લોકોનું મહત્વ હકિકતમાં વધારે હોય છે. તેવી જ રીતે આપણા જીવનમાં પિતાનું મહત્વ કંઇક એવી જ રીતે રહેલું છે કે, જાણે કોઇ એક પડદા પાછળનો કલાકાર. પરિવારની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પિતા હમેંશા પોતાની જરૂરિયાતને નજર અંદાજ કરે છે. બાળકોની નાની-નાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે પિતા સતત સક્રિય હોય છે. 



પિતાના હાથ ખુબ તાકતવર હોય છે. તે સતત કામ કરતી વેળા પણ થાકતા નથી. થાક લાગે તો પણ ફરિયાદ કરતા નથી. પોતાનું દુખ પરિવારને કહ્યા વગર જ પચાવી જતા હોય છે. બાળકો જ્યારે હેરાનગતિ કરે છે ત્યારે પિતાનો હાથ બાળકને હકિકતમાં મઠારતો હોય છે. પરંતુ આ વાત લાંબા સમય સુધી બાળકો સમજી શકતા નથી કે, તેમની ફટકારની પાછળ પણ તેમની ચિંતા અને પ્રેમ છુપાયેલા હોય છે. બાળકો શિસ્તમાં રહે તે માટે માતા પિતા હમેંશા પ્રયાસ કરે છે.



પિતાનો હાથ દુનિયામાં કાળઝાળ ગરમી વચ્ચે માથા પર છાયડાની સમાન હોય છે. જ્યારે બાળકો નાના હોય ત્યારે પિતા મોડી સાંજે ઘરે પરત ફરતી વેળા તેમના ચહેરા બાદ સૌથી પહેલી નજર તો તેમના હાથમાં પડતી હોય છે કે પિતા લઇને શું આવ્યા છે..? જે બાબતની ઉત્સુક્તા દરેક બાળકોને રહેતી હોય છે. પિતા પોતાના માટે ક્યારેય કોઇ ચીજ માંગતા નથી. પોતાના માટે જ્યારે કોઇ ચીજ લેવાનો નંબર આવે ત્યારે તમામ પિતાનો એક જવાબ હોય છે કે હાલમાં તેમને તો કોઇ ચીજની જરૂર નથી. હકીકતમાં પોતાના પરિવારની જરૂરિયાત પૂરી કરવામાં એક પિતાની જરૂરિયાત શું છે તે ભૂલી જતા હોય છે. 



ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માતા-પિતાના કોઇ દિવસ આવતા જ નથી. માતા-પિતા છે એટલે તેમના સંતાનોના દિવસો છે. માતાની મમતા અને પિતાનો પ્રેમ બંને એક સાથે ભાગ્યશાળીને જ મળે છે. માતા જ્યારે મમતાનો અરિસો છે તો પિતા પરિવારની જિંદગીનો પડછાયો છે. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.