ETV Bharat / bharat

મણિપુર વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ, ભાજપ-કોંગ્રેસના વ્હિપ જાહેર કર્યું

author img

By

Published : Aug 10, 2020, 12:21 PM IST

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજે નોર્થ ઈસ્ટના રાજકારણ માટે મોટો દિવસ છે. મણિપુર વિધાનસભામાં આજે વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. આ ફ્લોર ટેસ્ટ ભાજપની ગઠબંધન સરકારનું ભવિષ્ય નક્કી કરશે.

મણિપુર
મણિપુર

ઇમ્ફાલ: રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે આજે નોર્થ ઈસ્ટના રાજકારણની દ્રષ્ટિએ મોટો દિવસ છે. મણિપુર વિધાનસભામાં આજે વિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. આ ફ્લોર ટેસ્ટ ભાજપની ગઠબંધન સરકારનું ભવિષ્ય નક્કી કરશે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બીરેનસિંહે ગત શુક્રવારે વિધાનસભામાં વિશ્વાસની દરખાસ્તનો પ્રસ્તાવ મૂક્યો હતો.

વિપક્ષ કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી ત્યારે મુખ્યપ્રધાને આ પગલું ભર્યું હતું. તે દરમિયાન કોંગ્રેસે તેના 24 ધારાસભ્યોને આજે એક દિવસીય વિધાનસભા સત્રમાં હાજરી આપવા અને ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર વિરુદ્ધના અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં મત આપવા વ્હિપ જારી કર્યો છે.

કોંગ્રેસ ધારાસભ્યોએ આ સંદર્ભે સ્પીકરને નોટિસ આપી છે. વરિષ્ઠ ધારાસભ્ય અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના ચીફ કે.કે. ગોવિંદાદાસે કહ્યું કે, પાર્ટીના ધારાસભ્યોને આજે ગૃહમાં ચર્ચા અને મતદાન માટે હાજર રહેવા માટે ત્રણ લાઇનનું વ્હિપ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, જો કોઈ ધારાસભ્ય પાર્ટી વ્હિપનું ઉલ્લંઘન કરે છે, તો તે ભારતીય બંધારણની દસમી અનુસૂચિના ફકરા 2 (1) (બી) હેઠળ મણિપુર વિધાનસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેહરાવવામાં આવશે. મણિપુરમાં 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કુલ 60 બેઠકોમાંથી 28 બેઠકો જીતી હતી અને ગૃહમાં એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.