ETV Bharat / bharat

લખનઉમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું, ATS દ્વારા પૂછપરછ હાથ ધરાશે

author img

By

Published : Jul 2, 2020, 10:09 PM IST

લખનઉમાં થોડા સમય પહેલા 2.90 લાખ રૂપિયાની નકલી નોટની તસ્કરીનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં STF દ્વારા ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. હવે ATS દ્વારા આ ત્રણેય આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ બનાવ પાછળ કોઈ આતંકવાદી સંગઠનનો હાથ હોવાની શક્યતા છે.

લખનઉમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું, ATS દ્વારા પૂછપરછ હાથ ધરાશે
લખનઉમાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું, ATS દ્વારા પૂછપરછ હાથ ધરાશે

લખનઉ: ઉત્તર પ્રદેશમાં મોટાપાયે નકલી નોટોની તસ્કરી થઇ રહી છે. લખનઉ શહેરમાં થોડા સમય પહેલા STF દ્વારા રૂ. 2.90 લાખની નકલી નોટોની તસ્કરીમાં રજીકુલ શેખ, નસીર અલી, અને જફિર આલમ ની અટકાયત કરવામાં આવી હતી. હવે ATSને આરોપીઓની પૂછપરછ માટે રિમાન્ડ મળતા હવે ત્રણેય આરોપીઓની સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

ધરપકડ બાદ STF દ્વારા હાથ ધરાયેલી તપાસમાં રજિકુલ શેખે જણાવ્યું હતું કે, તે પશ્ચિમ બંગાળના માલદાનો રહેવાસી છે. સરહદની પેલે પારથી નકલી નોટોના બંડલો આ બાજુ ફેંકવામાં આવે છે અને અસલી નોટો અહીંથી ત્યાં મોકલવામાં આવે છે.

ઉપરાંત આ પૂછપરછમાં આ વાતનો પણ ખુલાસો થયો હતો કે, અન્ય બે આરોપીઓ નસીર અલી અને જફિર આલમ મુરાદાબાદના રહેવાસીઓ છે. અને તેઓ રજીકુલને નકલી નોટ આપવા માટે લખનઉ પહોચ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.