ETV Bharat / bharat

આર્મી પ્રમુખ મુકુંદ નરવાનેએ નેશનલ વોર મેરોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી

author img

By

Published : Jan 1, 2020, 11:47 AM IST

narvane
નરવાને

નવી દિલ્હી: નવા આર્મી પ્રમુખ મનોજ મુકુંદ નરવાનેએ નવા વર્ષે નવી દિલ્હીમાં નેશનલ વોર મેરોરિયલ જઇને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. સેના પ્રમુખે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, દેશની સુરક્ષા માટે ત્રણેય સેના તૈયાર છે. તેમણે કહ્યું કે, સેનાના જવાનો દેશને સુરક્ષિત રાખશે.

સેના પ્રમુખે નવા નર્ષાની શુભેચ્છા પાઠવી હતી. સેના પ્રમુખ મુકુંદ નરવાનેએ કહ્યું કે, આર્મીના અધ્યક્ષ બનાવા પર ગર્વ છે. આ સાથે મોટી જવાબદારી પણ છે. આ નવા વર્ષની સાથે એક નવા દશકની શરૂઆત છે. દેશ ત્યારે આગળ વધી શકે છે, જ્યારે ભારત સુરક્ષિત રહેશે.

સેના પ્રમુખે કહ્યું કે, અમારી પ્રાથમિકતા છે કે, સેના દરેક સમયે ઓપરેશન માટે તૈયાર રહે. સેના પોતાની ક્ષમતાઓને વધારશે અને પૂર્વોત્તરના વિસ્તારોમાં વ્યાપક રીતે કામ કરીશું.

આર્મી પ્રમુખ મુકુંદ નરવાનેએ કહ્યું કે- દેશની સુરક્ષામાં સેના તૈયાર

જનરલ મનોજ મુકુંદ નરવાનેએ મંગળવારે 28માં આર્મી પ્રમુખનો કાર્યભાળ સંભાળયો હતો. આર્મી પ્રમુખ 13 લાખ સૈનિકોની આગેવાની કરશે. ભારત આ સમયે સરહદ પર આતંકવાદ અને ચીન તરફથી પડકારનો સામનો કરી રહ્યું છે. જનરલ નરવાનેએ જનરલ બિપિન રાવતનું સ્થાન લીધું છે.

ઉલ્લેખનીય છે કે, જનરલ બિપિન રાવત દેશના પ્રથમ CDS (ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ) બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.