ETV Bharat / bharat

ગેહલોત સરકાર મુદ્દે ભાજપના ઘરમાં જ બે ફાંટા, માલવીયા બોલ્યા ફ્લોર ટેસ્ટ કરો, ભાજપના કટારિયાએ માંગ ફગાવી

author img

By

Published : Jul 14, 2020, 7:10 AM IST

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ચઢાવ-ઉતાર વચ્ચે ભાજપ IT સેલના રાષ્ટ્રીય સંયોજક અમિત માલવીયાએ ફ્લોર ટેસ્ટ કરવા માટે માગ કરી હતી. જો કે, રાજસ્થાન ભાજપ નેતા ગુલાબચંદ કટારિયાએ અમિત માલવીયાની માગનો અસ્વીકાર કર્યો છે.

અમિત માલવીયા
અમિત માલવીયા

જયપુરઃ રાજસ્થાનમાં રાજકીય સંઘર્ષ વચ્ચે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો વિધાનસભા પક્ષની બેઠકમાં હાજર રહ્યા નહોતા, ત્યારે વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના IT સેલના રાષ્ટ્રીય કન્વીનર અમિત માલવીયાએ ટ્વીટ કરીને મુખ્યપ્રધાન અશોક ગેહલોતને વર્તમાન સંજોગોમાં બહુમતી સાબિત કરવા ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી હતી.

અમિત માલવીયા
અમિત માલવીયા કરી ફ્લોર ટેસ્ટ કરવાની માગ

આ ઉપરાંત માલવીયાએ જણાવ્યું કે, જો ગેહલોત સરકારની બહુમતી હોય તો તેઓ ધારાસભ્યોની વાડાબંધી કરશે નહીં. આ દરમિયાન ભાજપના નેતા અને રાજસ્થાન વિધાનસભા વિપક્ષ પક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ ફ્લોર ટેસ્ટની વાતને નકારી કાઢી છે.

આ અંગે કટારિયાએ જણાવ્યા હતું કે, હાલમાં કોંગ્રેસમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર પાર્ટીની નજર છે. જો કે, પરિસ્થિતિની અનુકુળતાને ધ્યાનમાં રાખીને જ આગામી સમયમાં ફ્લોર ટેસ્ટની માગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કટારિયાએ આવી કોઈ પણ માગ કરી હોવાનો ઈનકાર કર્યો છે. સોમવાર મોડી રાત્રે ગુલાબચંદ કટારિયા ઉદયપુરથી જયપુર પહોંચ્યા છે. મંગળવારે રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમ પ્રકાશ માથુર પણ મંગળવારે જયપુર પહોંચશે.

મહત્વનું છે કે, અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાટલટનું ધ્યાન આંકડાકીય સમીકરણો પર કેન્દ્રીત છે. આમ જોવા જઈએ તો ગેહલોત થોડા મજબૂત સ્થિતિમાં દેખાય છે, કારણ કે સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં 107 જેટલા ધારાસભ્ય પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પાયલટ છાવણીએ પણ એવો દાવો કર્યો છે કે, તેમના 18 ધારાસભ્ય આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા નથી. આમ, 107ની તુલનામાં 18 સંખ્યા ઓછી છે. અલબત ગેહલોતની ગણતરીને બગાડવા માટે આ આંકડા પણ પૂરતા છે.

હવે રાજસ્થાનમાં આગામી કેટલાક દિવસો સુધી રાજકીય ઉથલ-પાથલ જોવા મળશે. રાજભવન અને કોર્ટના દ્વાર તો હજુ કોઈએ ખખડાવ્યા નથી. બન્ને પક્ષે જ્યારે સંખ્યા નક્કી થશે, પછી પણ આ નાટક આગળ વધતુ જણાશે. એટલે વાંચતા રહો ઈ ટીવી ભારત....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.