ETV Bharat / bharat

કોંગ્રેસને સચિન પાયલટની ઘર વાપસીની આશા, નેતાઓને નકારાત્મક નિવેદન ન આપવા સૂચના

author img

By

Published : Jul 17, 2020, 9:19 PM IST

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષ વચ્ચે કોંગ્રેસ બેકફુટ પર જોવા મળી રહી છે. જો કે યુથ કોંગ્રેસના નેતા સચિન પાયલટને ડેપ્યુટી સીએમ પદ પરથી હટાવ્યા પછી પણ કોંગ્રેસ પાર્ટીએ પાઇલટની પાર્ટીમાં પરત ફરવાની આશા છોડી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટી ઇચ્છે કે પાઇલટ પરત પાર્ટીમાં ફરે જે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટોચના તેમામ નેતાઓએ સચિન પાયલોટ પર નેગેટિવ નિવેદનો આપવાનું ટાળ્યું છે.

સચિન પાયલોટ
સચિન પાયલોટ

નવી દિલ્હી: રાજસ્થાનમાં સચિન પાયલોટના બળવાખોર ધારાસભ્યોને સ્પીકર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસ મળ્યા બાદ બળવાખોર ધારાસભ્યોએ કોર્ટમાં ગયા છે. સૂત્રો મુજબ પાર્ટીમાં સચિન પાયલોટને પરત લાવવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શુક્રવારે એક ઓડિઓ ટેપ લીક થયા પછી રાજ્યમાં સરકારને પાડવા માટે રચવામાં આવેલું કાવતરુ બહાર આવ્યું છે. અગાઉ રાજસ્થાન કોંગ્રેસ પાર્ટીએ તેના બે ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓડિઓ ટેપ લીક થયા બાદ કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વએ રાજ્યના નેતાઓને સચિન પાયલોટ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી ન કરવાની સૂચના આપી છે.

શુક્રવારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસે પાઇલટ વિરુદ્ધ કાર્યવાહી કેમ કરી છે? આ અંગે સુરજેવાલાએ કહ્યું કે, 'અમે પાર્ટીમાંથી માત્ર એવા લોકોને સસ્પેન્ડ કર્યા છે, જેમના પુરાવા અમારી પાસે છે.'

સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસમાં હજી પણ પાઇલટ માટે દરવાજા ખુંલ્યા છે અને જો તેઓ ઈચ્છે તો તે પરત ફરી શકે છે. આ પહેલા રાજસ્થાન કોંગ્રેસના મહાસચિવ અવિનાશ પાંડેએ પણ પોતાના ટ્વિટમાં આ જ નિવેદન આપ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ત્યા હાજર નેતાને સૂચન કર્યું હતું કે, કોઈ પણ કોંગ્રેસ નેતા મીડિયા સમક્ષ સચિન પાયલોટ વિશે નકારાત્મક ટિપ્પણી ન કરે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલોટ અંગે નરમ પડી રહ્યો છે. કોંગ્રેસમાં પાઇલટ પરત ફરે તેવી આશા પાર્ટીને છે.

સૂત્રો કહે છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પાઇલટ સાથે સંપર્કમાં છે, અને તેઓ પાઇલટ અને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત વચ્ચેના પ્રશ્નોના સમાધાન માટે પ્રયાસો કરી રહ્યા છે.ગેહલોટ અને પાયલોટ વચ્ચેના મતભેદોના સમાધાન માટે કોંગ્રેસે કેસી વેણુગોપાલની નિમણૂક પણ કરી છે. સૂત્રો કહે છે કે વેણુગોપાલ રાજસ્થાનના રાજકીય સંધર્ષ વચ્ચે તેઓ જયપુરમાં છે અને પાઇલટ સાથે સતત સંપર્કમાં રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.