ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ કોરોના વાઇરસથી બચવા માટે શ્રીનગરમાં આંશિક લોકડાઉન લગાવવાનો આદેશ

author img

By

Published : Jul 12, 2020, 8:01 PM IST

Amid a spike in COVID cases  Restrictions to be re-imposed from tomorrow
Amid a spike in COVID cases Restrictions to be re-imposed from tomorrow

છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં કોવિડ 19ના કેસની કુલ સંખ્યા 1,611 છે, જેમાંથી 1075 લોકોની સારવાર ચાલી રહી છે.

શ્રીનગરઃ કોરોના વાઇરસના વધતા કેસને ધ્યાને રાખીને અધિકારીઓએ શ્રીનગરમાં આશિંક લોકડાઉન લગાવ્યા બાદ રવિવારે આદેશ આપ્યો અને 60થી વધુ કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જાણકારી આપતા જણાવ્યું કે, 68 કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉન સોમવારથી લાગુ રહશે અને આ વિસ્તારમાં વગર અનુમતિએ અવર-જવરને મંજૂરી મળશે નહીં.

શ્રીનગરના જિલ્લા અધિકારી શાહિદ ઇકબાલ ચૌધરીએ કહ્યું કે, કોવિડ 19ના વધતા કેસને ધ્યાને રાખીને અમે શ્રીનગરના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રભાવી પ્રતિબંધો માટે કન્ટેન્મેન્ટ ઝોનને અલગ કરવા પડશે. લોકોના સારા સ્વાસ્થય માટે તેમણે સ્થાનિક સહયોગનો આગ્રહ કર્યો છે.

તેમણે ફરીથી લોકડાઉન લગાવવાની પુષ્ટિ કરી છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં કોરોના વાઇરસના કેસમાં વૃદ્ધિ થઇ છે. શહેરમાં કોવિડ 19ના કેસની કુલ સંખ્યા 1611 છે, જેમાંથી 1075 લોકોની સારવાર ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.